Aapnu Gujarat
ગુજરાત

નારોલમાંથી ત્રણ વાહનચોર પકડાયા

મોજશોખ કરવા માટે મોટરસાયકલ(બાઇક) તેમ જ એકટીવાની ચોરી કરી બાદમાં તેની નંબરપ્લેટ અને કલર બદલી કાઢી લોકોને વેચી નાંખતી ગેંગના ત્રણ આરોપીઓને શહેર ક્રાઇમબ્રાંચે રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીના પાંચ વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ક્રાઇમબ્રાંચે શહેરના વિવિધ વાહનચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે. શહેરમાં વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા શહેર ક્રાઇમબ્રાંચના સંયુકત પોલીસ કમિશનર જે.કે.ભટ્ટ અને મદદનીશ પોલીસ કમિશનર ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એન્ટી પ્રોપર્ટી સ્કવોડના અધિકારીઓએ નારોલ અસલાલી હાઇવે પર વટવા ટર્નિંગ પાસેથી આરોપી સાહીલ ખાલીદ ઇકબાલ અંસારી(ઉ.વ.૨૫) (રહે.સૈયદવાડી, વટવા)ને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ.૪૦ હજારની કિંમતનું નંબર વગરનું પલ્સર બાઇક કબ્જે લીધુ હતું. આ જ પ્રકારે પોલીસે જૂના નારોલ કોર્ટ વિસ્તારમાંથી આરોપી પૃથ્વી ઉર્ફે પૃથ્વેશ મુકેશભાઇ ચુનારા(ઉ.વ.૨૦)(રહે.અસલાલી ગામ, તુલસીવાસ, અસલાલી) અને હિતેશ કાંતિભાઇ સુથાર(ઉ.વ.૩૦)(રહે. સુથારવાર, અસલાલી ગામ)ને ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી નંબર વગરનું હોન્ડા એકટીવા અને હીરો સ્પ્લેન્ડર બાઇક કબ્જે કર્યા હતા. ઉપરોકત આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત પોલીસને જાણવા મળી હતી કે, આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં બાઇક કે એકટીવાની ચોરી કરતા હતા અને ચોરી કર્યા બાદ તેની નંબર પ્લેટ બદલી કાઢી તેમ જ તેનો કલર પણ બદલી કાઢી પાછળથી વેચી મારતા હતા. આરોપી પૃથ્વી અને હિતેશે અગાઉ અસલાલીમાંથી બે એકટીવા ચોર્યા હોવાની વાત કબૂલતાં પોલીસે તે વાહનો પણ નારોલ અસલાલી હાઇવે પરથી કબ્જે કર્યા હતા. આરોપીઓ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેઓ આર્થિક તંગીમાં હોઇ મોજશોખ કરવા માટે બાઇક અને એકટીવાની ચોરી કરતા હતા અને ગુનાની ખબર ના પડે તે હેતુથી ચોરાયેલા વાહનોની નંબર પ્લેટ અને કલર બદલી નાંખતા હતા.

Related posts

કેજરીવાલ થયા આઇસોલેટ

editor

સગીર વયે શારીરિક સંબંધ બાંધવામાં દસ વર્ષની સજા : ગુજરાત હાઈકોર્ટ

aapnugujarat

લોકસભા ચૂંટણી લડવાનો હાર્દિક પટેલે સંકેત આપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1