ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં એન્ડી મરેએ જીત મેળવીને સતત ચોથા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં આગેકૂચ કરી લીધી છે. એન્ડી મરેએ પોતાની ચોથા રાઉન્ડની મેચમાં કારેન ઉપર ૬-૩, ૬-૪ અને ૬-૪થી જીત મેળવી હતી. ટોપના ખેલાડી એન્ડી મરેએ આ સિદ્ધિ મેળવીને એક નવો રેકોર્ડ સર્જ્યો હતો જ્યારે ત્રીજા ક્રમાંકિત ખેલાડી અને ૨૦૧૫માં ચેમ્પિયન બનેલા સ્ટાન વાવરિન્કાએ પણ તેના હરીફ ખેલાડી મોનફિલ્ડ ઉપર ૭-૫, ૭-૬, ૬-૨થી જીત મેળવીને અંતિમ આઠમાં આગેકૂચ કરી લીધી હતી. સ્વિસ ખેલાડી હવે સેમિફાઈનલમાં સ્થાન મેળવવા માટે મારિન સિલિક સામે રમશે. જ્યારે મરે જાપાનના આઠમાં ક્રમાંકિત ખેલાડી નિશીકોરે સામે રમશે. નિશીકોરીએ વારડાસ્કો ઉપર ૦-૬, ૬-૪, ૬-૪ અને ૬-૦થી જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં બીજી ક્રમાંકિત સિમોના હેલેપે પોતાની હરીફ ખેલાડી કાર્લા સુવારેજ પર ૬-૧, ૬-૧થી જીત મેળવી હતી. ફ્રેન્ચ ઓપનમાં આ વખતે રોમાચંકતાનો દોર રહ્યો છે. પહેલીથી ફ્રેન્ચ ઓપનની શરૂઆત થઇ હતી. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયા છે. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં શારાપોવા ચેમ્પિયન બની હતી. ફેડરર પણ આ વખતે રમી રહ્યો નથી. જેથી નડાલ અને જોકોવિક વચ્ચે સીધી સ્પર્ધા છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૨૦૧૭૫૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. ટેનિસની પ્રતિષ્ઠિત ગણાતી ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપને લઇને આયોજકો ખુબ જ ઉત્સાહિત છે. આ વખતે ૧૦મી વખત પુરુષોની સિંગલ્સ ટ્રોફી જીતવા માટે રાફેલ નડાલ સજ્જ દેખાઈ રહ્યો છે. હજુ સુધીના તેના ફોર્મને જોતા તે હોટફેવરિટ દેખાઈ રહ્યો છે. જો કે, એન્ડી મરે અને નોવાક જોકોવિક પણ પડકાર ફેંકી શકે છે. બીજા ઉભરતા ખેલાડીઓ પણ કિલર તરીકે ઉભરી આવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. પરંતુ નડાલ એક તરફી ફેવરિટ ક્લેકોર્ટ ઉપર દેખાઈ રહ્યો છે.