Aapnu Gujarat
રમતગમત

હેમિલ્ટન વનડેમાં પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની સરળ જીત

હેમિલ્ટન ખાતે આજે રમાયેલી ચોથી વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન ઉપર ડેનાઇટ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. ૨૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ન્યુઝીલેન્ડે જીત મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૨૬૨ રન બનાવ્યા હતા જેના જવામાં ન્યુઝીલેન્ડે ૪૫.૫ ઓવરમાં ૨૬૩ રન કરીને આ મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી હાફીઝે સૌથી વધુ ૮૧ રન કર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમે માત્ર ૪૦ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ ૭૪ રન બનાવીને પોતાની ટીમને જીતાડી દીધી હતી. નિકોલસે ૭૦ બોલમાં અણનમ ૫૨ રન કર્યા હતા. ગ્રાન્ડહોમની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે પાંચ મેચોની શ્રેણીમાં ૪-૦ની લીડી મેળવી લીધી હતી. અગાઉ ડ્યુનેડિન ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પાંચ વનડે મેચોની શ્રેણી બાદ ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્‌વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે. પાકિસ્તાનની ટીમના તમામ બેટ્‌સમેનો હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ટીમમાં ધરખમ ફેરફારો કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે. પાકિસ્તાનની ટીમના દેખાવથી ટીમ મેનેજમેન્ટ ઉપર પણ દબાણ છે.

Related posts

પાકિસ્તાન એશિયાકપમાંથી બહાર થઈ શકે

aapnugujarat

વ્યક્તિગત અહંકાર મહિલા ક્રિકેટના વિકાસના આડે ન આવવો જોઈએ : કપિલ દેવ

aapnugujarat

2023 विश्व कप तक खेलना मेरा लक्ष्य : फिंच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1