Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇવીએમ મશીન ચૂંટણી પંચની દેખરેખમાં છે, તેમની રક્ષા-સુરક્ષા પંચની જવાબદારી છે : પ્રણવ મુખર્જી

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી મુદ્દો બનેલા ઇવીએમ મશીન એક્ઝિટ પોલ પછી ફરી એકવાર ચર્ચાનો વિષ બન્યા છે. ચૂંટણી દરમિયાન ઇવીએમ મશીન સાથે ભાજપા સરકાર દ્વારા છેડછાડનો મુદ્દો ઉછાળી મંગળવારે ૧૯ વિપક્ષ પક્ષોએ દિલ્હીમાં ચૂંટમી પંચના અધિકારીઓની મુલાકાત લીધી હતી. આરોપ અને આક્ષેપોના ગરમાયેલા આ મામલામાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મતદાતાઓના નિર્ણય સાથે છેડછાડ થઇ હોવાના એહવાલ પર ચિંતા વ્યક્ત કરત ઝંપલાવ્યું છે. પ્રણવ મુખર્જીએ ઇવીએમ મશીનની સુરક્ષા મામલે નિવેદન આપ્યું હતું કે, મશીન ચૂંટણી પંચની દેખરેખમાં છે, તેમની રક્ષા અને સુરક્ષા પંચની જવાબદારી બને છે. આ પ્રકારની અફવાઓને કોઇ સ્થાન નથી, જે આપણા લોકતંત્રના પાયાને પડકારે. જનાદેશ પવિત્ર છે અને આ પ્રકારની શંકાથી પરે છે.
નોંધનીય છે કે, એક્ઝિટ પોલ જાહેર થતા જ વિપક્ષ દળોમાં દોડધામ મચી હતી, જેના પરિણામે તમામ વિપક્ષ દળોના નેતાઓ એકજૂટ થઇને દિલ્હીમાં ચૂંટણી પંચના અધિકારીની મુલાકાત લીધી હતી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટ વીવીપેટથી મતગણતરીની માંગને ફગાવી ચૂંકી છે. વિપક્ષના દરેક આરોપ અને સવાલોના ઉત્તર આપતા ચૂંટણી પંચે દરેક મુદ્દાનો સ્પષ્ટતાથી ઉકેલ કર્યો હોવા છતા વિપક્ષ દ્વારા આ મુદ્દો સતત ઉછાળવામાં આવી રહ્યો છે.

Related posts

११ जून से आंदोलन कर सकते हैं छत्तीसगढ़ के किसान

aapnugujarat

गुजरात में १७ जून तक मॉनसुन की एन्ट्री

aapnugujarat

Union Minister Rajnath Singh arrives in Tokyo on first leg of 5-day visit to East Asian countries

aapnugujarat

Leave a Comment

UA-96247877-1