Aapnu Gujarat
ગુજરાત

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, ૪૦૦૦ ક્યુસેક પાણીની આવક

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે સરદાર સરોવર ડેમની સપાટી મે મહિનામાં ૧૧૯.૪૧ મીટર પર પહોંચી છે. છેલ્લા બે દિવસની જો વાત કરીએ તો, છેલ્લા બે દિવસમાં ડેમની જળ સપાટીમાં ૩ સેમીનો વધારો થયો છે.અત્યારે સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી કુલ ૪૦૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા, ડેમની સપાટી ૧૧૯.૪૭ મીટર પર પહોંચી છે, અત્યારે ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે. ડેમની ઐતિહાસિક સપાટી, એ ગુજરાત માટે સારા સમાચાર છે. જેના પગલે ગુજરાતને પીવા અને સિંચાઇ માટે ૧ વર્ષ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં છે. અત્યારે ડેમમાં ૧૧૦૦ એમસીએમ પાણીનો જથ્થો છે.અત્યારે જ્યારે ગુજરાતમાં જળ સંકટની પરિસ્થિતી છે એવા સમયે નર્મદાનું પાણી જળ સંકટને હળવું કરશે. ઉપરવાસમાંથી છોડાઇ રહેલાં પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી રહી છે. પ્રથમવાર એવું બન્યું છે કે, મે મહિનામાં ડેમની સપાટી આટલી ઊંચી રહી હોય.તો રાજકોટને નર્મદાનું પાણી મળવાનું શરૂ થઇ ગયું છે. પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી ૩૧ જુલાઇ સુધી પાણીની મુશ્કેલી નહીં નડે. જ્યારે ૪૦૦ એમસીએફટી પાણી આજી ડેમમાં અને ૧૦૦ એમસીએફટી પાણી ન્યારી ડેમમાં ઠલવાશે. અત્યારે આજીડેમની સપાટી ૧૮.૬૦ ફૂટ છે.

Related posts

शहर के लोग ई-वेस्ट के निराकरण में उदासीन दिखे

aapnugujarat

केशवबाग के पास दो कार, ट्रक के बीच ट्रिपल दुर्घटना

aapnugujarat

गुजरात असेंबली की जंग के लिए तैयार अमित शाह, अहमद पटेल, शंकरसिंह वाघेला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1