Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢના જંગલમાં ચંદનની ચોરી કરતી મધ્યપ્રદેશની મહિલા ગેંગ ઝડપાઇ

જૂનાગઢ વન વિભાગે ચંદન ચોરતી મહિલા ગેંગને પકડી પાડી છે. પોલીસે આરોપીઓને મુદ્દમાલ સાથે જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યા હતા. વન વિભાગના હાથે મહિલાઓ અને બાળકો ઝડપાયા હતા જોકે, તસ્કરો ફરાર થઇ ગયા હતા.
મહિલા ગેંગ પાસેથી શિકારના સાધનો પણ મળી આવ્યા હતા અને આ ગેંગ મધ્યપ્રદેશની હોવાનું ખુલ્યું છે. વન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ પહેલા ગિરનારના જંગલમાં ચંદનના પાંચ વૃક્ષો કાપી ચોરી કરી હતી. આ ચોરી ગિરનાર રેન્જના ડુંગરપુર રેન્જમાં વિલિંગડન કેનાલ પાસેથી કરાઇ હતી.
આ ગેંગ દ્વારા ગીર અને ગિરનારના જંગલમાં અનેક સ્થળોએ ચંદનની ચોરી કરી હતી. જૂનાગઢ વન વિભાગે ચંદનની ચોરી કરતી મહિલા ગેંગને પકડી પાડીને કોર્ટમાં રજૂ કરી હતી.વન વિભાગના હાથે મહિલાઓ અને બાળકો ઝડપાયા હતા જોકે, પુરુષ તસ્કરો ફરાર થઇ ગયા હતા.વન વિભાગના કર્મચારીઓને મહિલા ગેંગ પાસેથી શિકારના સાધનો પણ મળી આવ્યા હતા.ચંદન ચોર આ ગેંગ મધ્યપ્રદેશની હોવાનુ તપાસમાં ખુલ્યું હતું.વન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ પહેલા ગિરનારના જંગલમાં ચંદનના પાંચ વૃક્ષો કાપી ચોરી કરી હતી.આ ગેંગ દ્વારા ગીર અને ગિરનારના જંગલમાં અનેક સ્થળોએ ચંદનની ચોરી કરી હતી.

Related posts

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો સપાટો

editor

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

જુનાગઢ જિલ્લાનાં આણંદપુર ગામમાં ડૉ. આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1