Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અરૂણાચલ પ્રદેશ વિદેશી પ્રવાસીને પ્રોત્સાહન અપાશે

ટુંક સમયમાં જ અરૂણાચલપ્રદેશના દુરગામી વિસ્તારોમાં વિદેશી પ્રવાસીઓ ફરતા જોઇ શકાશે. કેન્દ્ર સરકારે પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે સુરક્ષિત ક્ષેત્રોમાં મંજુરી માટેના પ્રવેશ નિયમોને બદલવા પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. હાલમાં માત્ર સુરક્ષિત વિસ્તારોમાં જ ફરવાની મંજુરી આપવામાં આવી છે. સુત્રોના કહેવા મુજબ નોર્થ ઇસ્ટમાં અરૂણાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય છે જેને આ છુટછાટનો લાભ મળનાર છે. આની સાથે સાથે સરકાર સિક્કિમ અને જમ્મુ કાશ્મીરના લડાખમાં પણ આવી જ છુટછાટ આપવાની યોજના પર કામ કરી રહી છે. કેન્દ્રિય મંત્રાલય અરૂણાચલના સૌથી ખુબસુરત જગ્યા પૈકી એક તવાંગ ખીણ અને જીરો એન્ડ બોમડિલામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા ધરાવે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે જો અરૂણાચલપ્રદેશમાં પ્રવાસીઓને આ છુટછાટ આપવામાં આવે છે તો ટુંક સમયમાં જ બીજા સરહદી રાજ્યોમાં આવી જ શરૂઆત થઇ જશે.
સુત્રોએ કહ્યુ છે કે કેન્દ્રિય ગૃહ મંત્રાલય સંવેદનશીલ ક્ષેત્રોમાં વિદેશી પ્રવાસીઓને ફરવાને લઇને જે પણ ચિંતા છે તે દુર કરી લે છે તો આની શરૂઆત થઇ જશે. બે વર્ષ પહેલા જ કેન્દ્રિય ગૃહ મંત્રાલયને પત્ર લખીને અરૂણાચલ પ્રદેશમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા નિયમોમાં છુટછાટ આપવા અપીલ કરી ચુક્યા છીએ. આ નિયમોમાં કઠોરતાને ઘટાડી દેવામાં આવશે તો વધુને વધુ લોકો અરૂણાચલ પ્રદેશની ખુબસુરતી નિહાળી શકશે. અરૂણાચલ પ્રદેશમાં ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. જેનો લાભ પણ થઇ રહ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં અનેક કુદરતી નજારા છે. આના કારણે પ્રવાસીઓ રાજ્ય તરફ પ્રેરિત થાય છે. હવે સુવિધા વધી રહી છે.

Related posts

ઉત્તરાખંડ-હિમાચલમાં બરફ સૂકાયો, હિમાલય પર દેખાયો ચિંતાનો ‘‘ઓમ’’

aapnugujarat

जम्मू-श्रीनगर हाइवे के पास 3 आतंकवादी ढेर

aapnugujarat

पत्थरबाजों की जगह अरुंधती को जीप से बांधोः परेश रावल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1