Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકિસ્તાન કરતા ભારતની હવાઇ તાકાત અનેક ગણી

પાકિસ્તાનના ખેબરપખ્તુનખ્વા વિસ્તારમાં જેશના અડ્ડાઓ પર ભારત દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વિસ્ફોટક સ્થિતીએ પહોંચી ગયા છે. આવી સ્થિતીમાં બંને દેશો વચ્ચે હાલમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશોની તાકાત અંગે માહિતી મેળવવામાં આવે તો જાણી શકાય છે કે પાકિસ્તાન કરતા ભારત પાસે અનેક ગણા વિમાનો રહેલા છે. જે તેની શક્તિનો પરિચય આપે છે. હવાઇ તાકાતની વાત કરવામાં આવે તો ભારતની પાસે કુલ ૨૧૮૫ વિમાનો રહેલા છે. જ્યારે પાકિસ્તાન પાસે ૧૨૮૧ વિમાનો રહેલા છે. જો યુદ્ધ વિમાનોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન પાસે ૩૨૦ અને ભારત પાસે ૫૯૦ યુદ્ધ વિમાનો છે. આવી જ રીતે ભારતની પાસે ૮૦૪ અટેક જેટ્‌સ છે જ્યારે પાકિસ્તાન પાસે ૪૧૦ આવા પ્રકારના વિમાનો છે. ભારતીય વાયુસેનાના ફાઇટર જેટમાં મિરાજ ૨૦૦૦ના અરગ્રેડ વિમાનો અને સુખોઇ વિમાનો છે. મિંગ ૨૯ વિમાનો છે. સુખોઇ અને મિંગ વિમાનો રશિયામાં બન્યા છે. જ્યારે મિરાજ જેટ્‌સ ફ્રાન્સમાં તૈયાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની પાસે તમામ વિમાનો છે તે પૈકી અનેક વિમાનો અપગ્રેડ કરવામાં આવ્યા નથી. ભારત પાકિસ્તાનની તુલનામાં અનેક ગણી શક્તિ ધરાવે છે. જેથી પાકિસ્તાન હાલના તેના અર્થતંત્રને જોતા કોઇ પણ પ્રકારના દુસાહસ કરે તો તેની હાલત વધારે કફોડી બની શકે છે.જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે ૨૬મી તારીખે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાલાકોટ અને ચપોટીમાં પણ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. જૈશે મોહમ્મદના તમામ અડ્ડાઓને આ ગાળામાં ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓને ત્રાસવાદીઓ સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન ૨૧ મિનિટ સુધી ચાલ્યું હતું જે ગાળામાં ભારતીય હવાઇ દળના યુદ્ધવિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા.

Related posts

जम्मू-कश्मीर में ईद के मौके पर भी पथराव की स्थिति जारी

aapnugujarat

जी.एस.टी. थोपने से देश मेे आर्थिक मन्दी : मायावती

aapnugujarat

મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાયાનો સંપૂર્ણ શ્રેય પૂર્વ યૂપીએ સરકારને ફાળે : રાજ બબ્બર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1