Aapnu Gujarat
તાજા સમાચાર

ઉત્તરાખંડ-હિમાચલમાં બરફ સૂકાયો, હિમાલય પર દેખાયો ચિંતાનો ‘‘ઓમ’’

અમેરિકામાં જ્યારે બરફની અતિશયોક્તિ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ ભારતમાં અમેરિકાથી એકદમ વિપરિત પરિસ્થિતી છે. જાન્યુઆરીનાં મહીનામાં બરફથી ઢંકાઈ જતાં હિમાલયનાં પહાડો પર બરફ સૂકાતા કાળા ધબ્બાઓ જોવા મળ્યા છે. ઉત્તરાખંડમાં કૈલાશ માનસરોવર રૂટ પર પડતા ઓમ પર્વત’ પર અત્યારથી‘ઓમ’ની આકૃતિ જોવા મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ પર્વત પર ‘ઓમ’ની આકૃતિ સામાન્ય રીતે મે-જૂન મહિના દરમિયાન જ જોવા મળે છે. વૈજ્ઞાનિકો આને ગ્લોબલ વૉર્મિંગનું કારણ જાણાવે છે. દેશમાં શિયાળાની ઋતુ પોતાનાં અંતિમ ચરણમાં છે પરંતુ આ વખતે હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તરાખંડ બંને જગ્યાઓએ એક પણ વખત ભારે બરફ વર્ષા નથી થઈ. આ વિસ્તારોમાં જાન્યુઆરી મહિનાનાં અંત સુધીમાંતો બરફ એકદમ જ સૂકાઈ ગયો છે જેના કારણે હિમાચલમાં સફરજનનાં ઉત્પાદન અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જો આવું જ વાતાવરણ રહેશે તો ગરમીની ઋતુમાં પાણની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. ઉત્તરાખંડમાં જાન્યુઆરી મહિનાનાં અંત સુધીમાં ૧૦૦ ટકા વરસાદની અછત દેખાઈ છે જ્યારે હિમાચલ પ્રદેશમાં આ ૯૯ ટકા કરતા વધારે છે. ઉત્તરી મેદાનનાં વિસ્તારોમાં પણ જાન્યુઆરી મહિના સુધી વરસાદ નથી પડ્યો જેને ઠંડી ઓછી પડી હોવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આટલું જનહીં આ વખતે ઠંડીની ઋતુએ ઉત્તર ભારતને ફક્ત એક જ વાર પ્રભાવિત કર્યું છે. ૧૧-૧૨ ડિસેમ્બરની આસપાસ એવું થયું હતું કે મેદાની વિસ્તારોમાં વરસાદ થયો હતો અને હિમાલય પર બરફ પડ્યો હતો.

Related posts

પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી : યુપીનાં મહાસચિવ બનાવાયાં

aapnugujarat

छठ पूजा के मौके पर यमुना के घाटों पर रौनक नजर आई

aapnugujarat

લોકસભા ચૂંટણી : ૯૦ કરોડ લોકો નક્કી કરશે દેશનું ભાવિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1