Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : ૯૦ કરોડ લોકો નક્કી કરશે દેશનું ભાવિ

તો લોકસભાની ચૂંટણીની તારીખનું કેન્દ્રીય ચૂંટણી પંચે એલાન કરી દીધું છે. આ સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ૧૧ એપ્રિલે પહેલા તબક્કાની ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી ૧૮ એપ્રિલે થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી ૨૩ એપ્રિલે થશે. ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલના રોજ મતદાન થશે. પાંચમાં તબક્કામાં ૬ મેના રોજ ચૂંટણી થશે. જ્યારે કે છઠ્ઠા તબક્કાની ચૂંટણી ૧૨ મેના રોજ થશે. અંતિમ અને સાતમાં તબક્કાની ચૂંટણી ૧૯ મેના રોજ થશે. જ્યારે કે મત ગણતરી ૨૩ મેના રોજ હાથ ધરાશે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૨૩ એપ્રિલે એક તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. જેમાં તમામ ૨૬ બેઠકો ઉપર મતદાન થશે. જ્યારે કે મત ગણતરી ચૂંટણના એક મહિના બાદ એટલે કે ૨૩ મેના રોજ હાથ ધરાશે. ગુજરાતની ચૂંટણી માટે ૨૮ માર્ચે જાહેરનામું બહાર પાડવામાં આવશે. જ્યારે કે ૪ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. ૮ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. જ્યારે કે ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે.પહેલા તબક્કામાં ૨૦ રાજ્યોની ૯૧ બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ બેઠકો પર, ત્રીજા તબક્કામાં ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકો પર, ચોથા તબક્કામાં ૯ રાજ્યોની ૭૧ બેઠકો, પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ બેઠકો પર, છઠ્ઠા તબક્કામાં ૭ રાજ્યોની ૫૯ બેઠકોમાં અને સાતમાં અને અંતિમ તબક્કામાં ૮ રાજ્યોની ૫૯ બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાશે.એક તબક્કામાં જે રાજ્યોમાં ચૂંટણી યોજાશે. તેવા કુલ ૨૨ રાજ્યો છે. જેમાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કીમ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, દિવ-દમણ, દાદરનગર હવેલી, અંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ, દિલ્હી, પોંડીચેરી, ચંદીગઢનો સમાવેશ થાય છે.બે તબક્કામાં કુલ ચાર રાજ્યોમાંચૂંટણી યોજાશે. જેમાં કર્ણાટક, મણીપુર, રાજસ્થાન, ત્રિપુરાનો સમાવેશ થાય છે. જ્યારે કે આસામ અને છત્તીસગઢમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થશે. ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશામાં ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે કે સૌથી સંવેદનશીલ એવા જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થશે. સૌથી વધુ બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી થશે.

Related posts

Landslides at Coal Mine in Odisha, 4 died

aapnugujarat

AP CM Reddy and TS CM KC Rao missed PM Modi’s swearing ceremony as permission not given for landing special aircraft in Delhi

aapnugujarat

दिल्ली में जहरिली हवा से प्रतिदिन ८ मौतें हो रही है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1