Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી : યુપીનાં મહાસચિવ બનાવાયાં

લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે આખરે પોતાનો માસ્ટરસ્ટ્રોક રમ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં પોતાના બ્રહ્માસ્ત્રનો આખરે ઉપયોગ કરી લીધો છે. લાંબા સમયથી આને લઇને અટકળો ચાલી રહી હતી. આખરે આજે આની જાહેરાત કરવામાં આવી હતી. અટકળોનો અંત આવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાઢેરાને મહાસચિવ બનાવવાની જાહેરાત કરી હતી. પ્રિયંકાની કોંગ્રેસ પાર્ટીમાં એન્ટ્રી એ વખતે થઇ રહી છે ત્યારે પાર્ટીના અસ્તિત્વ સામે સંકટ સર્જાયેલું છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં અંતિમ શ્વાસ લઇ રહી છે. પ્રિયંકા ગાંધી વાઢેરા ઉત્તરપ્રદેશમાં પાર્ટીને મજબૂત કરી શકશે કે કેમ તે ખુબ મુશ્કેલ સવાલ છે. પૂર્વીય ઉત્તરપ્રદેશની જવાબદારી પ્રિયંકા ગાંધીને હાલમાં સોંપવામાં આવી છે જે ભાજપના ગઠ તરીકે છે. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની સીધી ટક્કર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ સામે થનાર છે. પૂર્વીય ઉત્તરપ્રદેશમાંથી વારાણસી સંસદીય ક્ષેત્રમાં વડાપ્રધાન મોદી સાંસદ તરીકે છે અને ગોરખપુરમાંથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાંચ વખતના સાંસદ રહી ચુક્યા છે. હજુ સુધી પ્રિયંકા પડદા પાછળથી કોંગ્રેસ માટે રણનીતિ બનાવવાનું કામ કરી રહી હતી. ટિકિટ વહેંચણીમાં મહત્વની ભૂમિકા અદા કરતી હતી. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનમાં જગ્યા ન મળતા અને કોંગ્રેસની સ્થિતિને ધ્યાનમાં લઇને રાહુલ ગાંધીએ આખરે લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ અશોક ગહેલોતે નિવેદન જારી કરીને કહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તરપ્રદેશ માટે મહાસચિવ બનાવ્યા છે. પ્રિયંકા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પોતાની જવાબદારી સંભાળી લેશે. કોંગ્રેસે પોતાના યુવા નેતા અને અન્ય લોકોને પણ જવાબદારી સોંપી છે. ઉત્તરપ્રદેશમાં જીતનાર પાર્ટી જ કેન્દ્રમાં સત્તામાં આવે છે. હાલમાં જ સપા અને બસપા દ્વારા મહાગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. આ મહાગઠબંધનને કોંગ્રેસ પાર્ટીને સામેલ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. થોડાક દિવસ પહેલા જ ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશ નેતાઓની બેઠક મળી હતી. બેઠકમાં મોટાભાગના નેતાઓએ એવો અભિપ્રાય આપ્યો હતો કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સપા અને બસપાથી અંતર રાખે તે જરૂરી છે. મોટા પક્ષોના બદલે કોંગ્રેસ પાર્ટી નાના પક્ષો સાથે સમજૂતિ કરીને કોંગ્રેસ નવા ગઠબંધનની રચના કરી શકે છે. રાહુલ ગાંધીની રેલીઓને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં ચૂંટણીથી પહેલા રાહુલ ગાંધીની ૧૦થી ૧૨ રેલીઓ યોજવાનો કાર્યક્રમ થઇ રહ્યો છે. રેલી મંડળવાર કરવાની વાત કરવામાં આવી છે. રેલીની તારીખ જાહેર થતાની સાથે જ પ્રભારીઓની તૈનાતી કરવામાં આવશે. ગુલામ નબી આઝાદની સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી, જિતેન પ્રસાદે વિશેષ હાજારી આપી હતી.

Related posts

ભાજપને સત્તામાંથી બહાર કરવાનું કારણ બનશે રામ મંદિર : શિવસેના

aapnugujarat

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાંદેડથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

aapnugujarat

આઈસીઆઈસીઆઈ બેંકના સીઓઓ તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1