Aapnu Gujarat
રમતગમત

ગેઇલની સિદ્ધિ : વનડેમાં ૫૦૦ છગ્ગા ફટકાર્યા

વેસ્ટઇન્ડિઝ ટીમના ધરખમ બેટ્‌સમેન ક્રિસ ગેઇલે પોતાની કેરિયરની ૨૫મી સદી ફટકારીને વધુ એક સિદ્ધિ પોતાના નામ ઉપર કરી લીધી છે. ઇંગ્લેન્ડની સામે બુધવારના દિવસે ગ્રેનેડામાં રમાયેલી મેચમાં યુનિવર્સ બોસ ૧૦૦૦૦ ક્લબમાં એન્ટ્રી કરી ગયો હતો. ૩૯ વર્ષીય ગેઇલે ૨૮૮મી વનડે મેચ રમતા આ સિદ્ધિ મેળવી હતી. ગેઇલે ૮૮ રન બનાવતાની સાથે જ તે ૧૦૦૦૦ રન બનાવનાર ખેલાડીઓના ક્લબમાં જોડાઈ ગયો હતો. આની સાથે જ આ મેચમાં ૫૦૦ આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારી દેવાનો રેકોર્ડ પણ કરી લીધો હતો. ક્રિસ ગેઇલ હવે દુનિયાનો એકમાત્ર એવો બેટ્‌સમેન છે જે ૫૦૦થી વધારે છગ્ગા ફટકારી ચુક્યો છે. ૧૦૦૦૦ ક્લબમાં સામેલ થનાર ગેઇલ દુનિયામાં ૧૪મો અને વેસ્ટઇન્ડિઝનો બીજો ખેલાડી બની ગયો છે. ક્રિસ ગેઇલે ૫૫ બોલમાં સદી પુરી કરી લીધી હતી. આ ગાળા દરમિયાન ગેઇલે ૫૦૦ છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. ગેઇલના નામ ઉપર હવે ૫૦૬ છગ્ગા થઇ ગયા છે. હાઇ સ્કોરિંગ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪૧૮ રન ખડકી દીધા હતા. ઇંગ્લેન્ડની આ ઇનિગ્સમાં જોની બેયરશોએ ચાર છગ્ગાની સાથે ૫૬ રન, હેલ્સે બે છગ્ગાની સાથે ૮૨ રન, કેપ્ટન મોર્ગને છ છગ્ગા સાથે ૧૦૩ રન, જોસ બટલરે ૧૨ છગ્ગાની સાથે ૧૫૦ રન ફટકારી દીધા હતા. ઇંગ્લેન્ડે કુલ ૨૪ છગ્ગા ફટકારી દીધા હતા. ત્યારબાદ વિન્ડીઝના બેટ્‌સમેનો પણ પાછળ રહ્યા ન હતા. ક્રિસ ગેઇલે આ મેચને યાદગાર બનાવીને ૯૭ બોલમાં ૧૬૨ રન ફટકારી દીધા હતા.

Related posts

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે નિધન

aapnugujarat

SA के खिलाफ पांडे और अय्यर को मिली India A की कप्‍तानी

aapnugujarat

RAHUL DRAVID જ ટીમ ઈન્ડિયાના કોચ : T-20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1