અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સત્તામાં આવ્યા બાદથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનીઓ માટે અમેરિકી વિઝામાં ૪૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે આની વિરૂદ્ધમાં ભારતીયો માટે યુએસ વિઝામાં ૨૮ ટકાનો વધારો થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકી પ્રમુખના પ્રવાસ પ્રતિબંધવાળા દેશોની યાદીમાં નહીં હોવા છતાં આની સીધી અસર થઈ છે. રસપ્રદ બાબત એ છે કે ભારતીયોને નોન ઈમિગ્રન્ટ યુએસ વિઝાની સંખ્યામાં ૨૮ ટકા સુધીનો વધારો આ વર્ષે માર્ચ એપ્રિલ મહિનામાં થઈ ચુક્યો છે. અગાઉના વર્ષના માસિક સરેરાશની સામે આ વધારો નોંધાયો છે. અમેરિકામાં નવા સત્તાવાર આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. અમેરિકાના વિદશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનીને મંજુર કરવામાં આવેલા નોન ઈમિગ્રન્ટ વિઝામાં માર્ચ એપ્રિલ મહિનામાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. પાકિસ્તાનીઓને એપ્રિલમાં ૩૯૨૫ અને મે-માર્ચ ૨૦૧૭માં ૩૯૭૩ વિઝા ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અપાયા છે. ગયા વર્ષે ઓબામા વહીવટીતંત્રએ ૬૫૫૩ની માસિક સરેરાશ સાથે પાકિસ્તાનીઓને ૭૮૬૩૭ નોન ઈમિગ્રન્ટ વિઝા જારી કર્યા હતા. જે વર્તમાન એવરેજ કરતા ૪૦ ટકા વધારે છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર બાદ પાકિસ્તાનીઓ પર તવાઈ આવી છે. બીજી બાજુ ભારતીય નાગરિકોને એપ્રિલમાં ૮૭૦૪૯ વિઝા મળ્યા છે. જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં ભારતીયોને ૯૭૯૨૫ વિઝા આપવામાં આવ્યા હતા. ગયા વર્ષે ભારત તરફથી લોકોને ૭૨૦૮૨ નોન ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવ્યા હતા.
પાછલી પોસ્ટ