Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એનએસજીમાં ભારતના સમાવેશ મુદ્દે ચીનનું અડિયલ વલણ અકબંધ

આગામી મહિને ઊર્જા માટે પરમાણુ ઇંધણ સપ્લાય કરતાં ૪૮ દેશોની બેઠક મળી રહી છે ત્યારે ચીને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ન્યૂક્લિયર સપ્લાય ગ્રૂપમાં ભારતની એન્ટ્રી અંગે ચીનનું વલણ તસુ ભાર બદલાયું નથી. ઉલ્લેખનીય છે કે ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી પર ભારતે હસ્તાક્ષર નહીં કર્યા હોવાનું બહાનું કાઢીને ચીન એનએસજીમાં ભારતનો પ્રવેશ રોકી રહ્યું છે. એનએસજીમાં નિયમ પ્રમાણે તમામ દેશોની સહમતી હોય તો જ નવા દેશનો ઉમેરો થઈ શકે છે. માટે ચીનનો ટેકો ભારત માટે મહત્વનો બને છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયોંગને પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે એનએસજીમાં નોન- એનપીટી દેશના સમાવેશ અંગે ચીનનું વલણ બદલાયું નથી અને તે હંમેશ માટે સ્પષ્ટ જ છે.
સ્વિત્ઝર્લેન્ડની રાજધાની બર્ન ખાતે આગામી મહિને મળી રહેલી એનએસજીની બેઠકમાં શું ભારતને ન્યૂક્લિયર ઇંધણ સપ્લાય કરતા દેશોમાં સ્થાન મળી શકે છે? તેવા સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.હુઆએ જણાવ્યું હતું કે ૨૦૧૬માં સીઓલમાં મળેલી એનએસજીની બેઠકમાં સર્વાનુમતના મુદ્દે જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેને ચીન ટેકો આપે છે.
ઉલ્લેખનીય છે કે એનએસજીનું સભ્યપદ મેળવવા માટે ભારતે ઉમેદવારી નોંધાવી એ સાથે જ ચીનનું પીઠ્ઠુ ગણાતા પાકિસ્તાને પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. ભારતની દાવેદારીને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ ટેકો આપ્યો એટલે ચીને એનપીટી પર હસ્તાક્ષર કરે તે દેશને જ સભ્યપદ આપવાના મુદ્દે અડી ગયું છે.

Related posts

इस्राइल : एकता सरकार में मुझे प्रधानमंत्री बनना चाहिए- बेनी गैंट्ज

aapnugujarat

વિશ્વમાં 26% વસતી પાસે પીવાલાયક ચોખ્ખું પાણી જ નથી : UN REPORT

aapnugujarat

टेक्सास विश्वविद्यालय में गोलीबारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1