બંદુકની અણીએ પાકિસ્તાની પુરૂષે લગ્નની ફરજ પાડ્યા બાદ ફસાઈ ગયેલી ભારતીય મહિલા ઉજમા અહેમદ ભારત પરત ફર્યા બાદ પાકિસ્તાનનું નિરાશાજનક ચિત્ર રજુ કર્યું છે. ઉજમાએ કહ્યું છે કે પાકિસ્તાન એક ડેથ ટ્રેપ તરીકે છે અથવા તો પાકિસ્તાન એક મોતની જાળ તરીકે છે અને પાકિસ્તાનમાં ફસાઈ ગયા બાદ બચવાની બાબત ખુબ જ મુશ્કેલ છે. ભારત પરત ફર્યા બાદ ઉજમા અહેમદે પાકિસ્તાનમાં રહેલી સ્થિતિની વાત કરી હતી. ઉજમાએ કહ્યું છે કે પાકિસ્તાનમાં પ્રવેશ કરવાની બાબત સરળ છે પરંતુ પાકિસ્તાનને છોડવાની બાબત ખૂબ જ અશક્ય તરીકે છે. પાકિસ્તાન ડેથ ટ્રેપ તરીકે છે. પરિવાર દ્વારા નક્કી કરવામાં આવેલા લગ્ન બાદ પાકિસ્તાન જતી મહિલાઓને તે નિહાળી ચુકી છે. મહિલાઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં મુકાયેલી છે. ખૂબ જ ખરાબ સંજોગોમાં મહિલાઓ રહે છે. દરેક ઘરમાં બે, ત્રણ અને ચાર ચાર પત્નીઓ રહેલી છે. આજે પત્રકાર પરિષદને સંબોધતા દેખીતી રીતે ભાવનાશીલ બનેલી ઉજમાએ આ મુજબની વાત કરી હતી. અમૃતસર નજીક વાઘા સરહદને પાર કર્યા બાદ દિવસમાં ભારતમાં પ્રવેશેલી ઉજમાએ ઘટસ્ફોટ કર્યો હતો કે પાકિસ્તાનમાં તેના જેવી ઘણી બધી મહિલાઓ મોતના જાળમાં ફસાયેલી છે. જો તે બે ત્રણ દિવસ વધારે રહી હોત તો તેનું મૃત્યુ થયું હોત. તેઓ ફિલિપાઈન્સ, મલેશિયા જેવા પૂર્વ એશિયન દેશોમાંથી મહિલાઓને લાલચ આપીને પાકિસ્તાન લઈ જાય છે અને ત્યારબાદ ખુબ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ જાય છે. તેના જેવી ઘણી બધી મહિલાઓ પાકિસ્તાનમાં ફસાયેલી છે.
ઉજમાએ તેને બચાવી લેવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ઈન્ડિયન હાઈકમિશન અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની તે આભારી છે. આ લોકોએ તેને નવી આશા અને જીવન જીવવા માટેના કારણો આપ્યા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ઉજમાને ભારતની પુત્રી તરીકે ગણાવીને પાકિસ્તાની સત્તાવાળાઓનો પણ આભાર માન્યો છે સાથે સાથે માનવતાના આધાર ઉપર ભારત મોકલવા બદલ પાકિસ્તાની ન્યાયતંત્રનો પણ આભાર માન્યો છે. ઉજમા પાકિસ્તાનના વિદેશ અને ગૃહ મંત્રાલયના સહકારના કારણે આજે ભારતમાં છે. પિતાની જેમ તેના કેસને લડનાર વકીલ શાહનવાઝ નૂનનો પણ સુષ્મા સ્વારાજે આભાર માન્યો છે. ઉજમા ૨૦ વર્ષની છે અને તે નવી દિલ્હીની છે. બનાવની વિગત એવી છે કે તે મલેશિયામાં તાહીર અલી નામની વ્યક્તિને મળી હતી અને ત્યારબાદ તેના પ્રેમમાં પડી હતી. કોર્ટમાં આ મહિલાએ કહ્યું હતું કે અલીએ ત્રીજી મેના દિવસે પાકિસ્તાનમાં લઈ જઈને તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે કોર્ટમાં રજુઆત કરવા માટે પહોંચી હતી અને સ્વદેશ પરત ફરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે અલીને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કોર્ટના આદેશ બાદ તેને આખરે ભારત ફરત ફરવાની મંજુરી આપવામાં આવી હતી.
પાછલી પોસ્ટ