Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમીન સોદાબાજી કેસના સંદર્ભમાં હુડાના સાથીઓના આવાસ ઉપર દરોડા

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડાના સાથીઓના આવાસ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા માનેસર જમીન સોદાબાજીના કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. ગુરૂગ્રામના માનેસરમાં આ જમીન સોદાબાજી ૪૦૦ એકડની હોવાનું જાણવા મળ્યું છે. હરિયાણામાં આઠથી નવ સ્થળો ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે દિલ્હીમાં પણ કેટલાક સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી આજે સવારથી જ હાથ ધરવામાં આવી હતી. માનેસર જમીન સોદાબાજીના સંદર્ભમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગયા વર્ષે નવમી સપ્ટેમ્બરના દિવસે નોંધવામાં આવેલા મની લોન્ડરીંગ કેસના સંબંધમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનેસરમાં જમીન અધિગ્રહણમાં નાણાકીય ગેરરીતિ બદલ સીબીઆઈ કેસના આધાર ઉપર ગયા વર્ષે હુડા અને અન્યો સામે મનો લોન્ડરીંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જમીન ૨૭મી ઓગસ્ટ ૨૦૦૪થી ૨૪મી ઓગસ્ટ ૨૦૦૭ના ગાળા દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા અધિગ્રહણની ધમકી આપીને ખરીદવામાં આવી હતી. હરિયાણા સરકારે શરૂઆતમાં જમીન અધિક્હણ ધારા હેઠળ જાહેરનામું જારી કર્યું હતું. માનેસરમાં ઈન્ડસ્ટ્રીયલ મોડલ ટાઉનશીપ સ્થાપિત કરવા માટે જાહેરનામું જારી કરાયું હતું. મોડેથી તમામ જમીન જમીન માલિકો પાસેથી પચાવી પાડવામાં આવી હતી. ખૂબ જ ઓછા દરમાં ખાનગી બિલ્ડરો દ્વારા આ જમીન પચાવી પાડવામાં આવી હતી. કેસ દાખલ કર્યા બાદ સીબીઆઈએ આ સંદર્ભમાં માહિતી આપી છે. આ મહિનાની શરૂઆતમાં જ આ કેસના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા હુડાની નવ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી.

Related posts

बिहार सरकार ग्रेजुएट छात्राओं के बैंक खातों में 50 हजार भेजेगी

editor

જાત પાતના ખેલ કરનાર પાર્ટીઓ પોતાની જાળમાં ફસાઈ છે : મોદી

aapnugujarat

સાઇબર ક્રાઇમ સંકલન સેન્ટર રચવાની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1