Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલની કિંમતમાં ૯-૩૦ પૈસા સુધી વધારો ઝીંકાયો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફારનો દોર જારી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય સ્થિતીને ધ્યાનમાં લઇને ડીઝલની કિંમતો યથાવત રાખવામાં આવી હતી. જ્યારે પેટ્રોલની કિૅંમતમાં લીટરદીઠ ૯-૩૦ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં નવ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ પેટ્રોલની કિંમત વધીને ૭૦.૨૯ થઇ ગઇ છે. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે કિંમત ૭૫.૯૧ સુધી પહોંચી ગઇ હતી. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.તેલ કિંમતોને લઇને લોકો છેલ્લા કેટાલક સમયથી નાખુશ હતા. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જો કે હવે ફરી એકવાર ફેરફારનો સિલસિલો જારી થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં વધુ ઘટાડો થતા હવે રાહત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણ હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લા કેટલાક મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેની અસર પણ દેખાઇ રહી છે. આગામી દિવસોમાં તેની અસર જોવા મળી શકે છે. ફેરફારના દોર વચ્ચે કોલકત્તામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૯૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં એક રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

Related posts

સ્પાઇસ જેટના યાત્રીની બેગેમાંથી કારતૂસ મળતા ખળભળાટ

aapnugujarat

गैंगरेप पीड़िता की मौत पर मायावती ने जताया दुख, कहा -पीड़ित परिवार की हर संभव मदद करे सरकार

editor

जामिया में जिन लोगों के खिलाफ कार्रवाई हुई वे उपद्रवी थे : जीवीएल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1