Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્પાઇસ જેટના યાત્રીની બેગેમાંથી કારતૂસ મળતા ખળભળાટ

પૂનાથી બેંગલુરુ જઈ રહેલ સ્પાઈસજેટના વિમાનના મુસાફરની બેગમાંથી ૨૨ જીવતા કારતૂસ મળતા હોબાળો થઈ ગયો છે. મુસાફરની બેગમાં .૨૨ બોરના ૨૨ જીવતા કારતૂસ મળ્યા. બેગમાં કારતૂસ મળ્યા બાદ સ્પાઈસજેટના કર્મચારીએ મુસાફરને આ કારતૂસના દસ્તાવેજ આપવા કહ્યુ પરંતુ મુસાફર પાસે આ કારતૂસોના દસ્તાવેજ નહોતા. ત્યારબાદ સ્પાઈસજેટના કર્મચારીએ મુસાફરને પોલિસના હવાલે કરી દીધો જેથી મુસાફર સામે આગળની કાયદાકીય કાર્યવાહી કરી શકાય.
આ મુસાફર સ્પાઈસજેટના વિમાન એસજી-૪૫થી પૂનાથી બેંગલુરુ જઈ રહ્યો હતો. આ દરમિયાન મુસાફરની બેગમાંથી ચેકિંગ દરમિયાન આ કારતૂસ મળી આવતા હોબાળો થઈ ગયો હતો. આ ઘટના આજે સવારે લગભગ ૪.૪૫ વાગ્યાની છે. યાત્રીનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો અને જ્યારે તે આ અંગે સંતોષકારક જવાબ ન આપી શક્યો તો તેને પોલિસના હવાલે કરી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈથી દૂબઈ જઈ રહેલ સ્પાઈસજેટના વિમાનનની ટેકનિકલ ખામીને કારણે પાછુ મુંબઈ લેન્ડ કરવું પડ્યુ હતુ જેના કારણે મુસાફરો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

Related posts

પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો

aapnugujarat

भारत में कोरोना के नए मामलों आई कमी

editor

વાયુસેનાને ૧૨૬ વિમાનોની જરૂર હતી તો ૩૬ જ કેમ ખરીદ્યા?ઃ ચિદમ્બરમ્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1