Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડાનો દોર આજે સોમવારના દિવસે પણ જારી રહ્યો હતો. સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી ગઇ હતી. ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને ફરી એકવાર પાંચ દિવસથી રાહત થઇ રહી છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૩૦ પૈસા અને ડીઝલની કિંમતમાં ૨૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટીને ક્રમશ ૮૧.૪૪અને ૭૪.૯૨ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. મુંબઇમાં પણ પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.આજના ઘટાડાની સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત હવે ૮૬.૯૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. પેટ્રોલની કિંમતમાં મુંબઇમાં ૩૦ પૈસાનો ઘટાડો કરવામં આવ્યો છે. તેલ કિંમતોમાં અવિરત કરવામાં આવી રહેલા વધારા વચ્ચે આજે સામાન્ય લોકોને મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ હતી. કારણ કે સતત ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે ચાર દિવસથી ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવારના દિવસે કિંમતો યથાવત રાખવામાં આવ્યા સતત પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. જેના પરિણામસ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી વધી શકે છે. દેશમાં જુદી જુદી ચીજોના ભાવમાં વધારો થઇ રહ્યો છે. મોંઘવારીના કારણે લોકો ચોક્કસપણે પરેશાન દેખાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં મોદી સરકાર પાંચ વર્ષ પણ સત્તામાં પૂર્ણ કરી રહી છે. જેથી તેમની સામે શાસન વિરોધી લહેર ઉભી ન થાય તે બાબતની કાળજી મોદી સરકારને ચોક્કસપણે કરવી પડશે. જુદા જુદા સમુદાયના લોકો પણ હાલમાં નારાજ દેખાઇ રહ્યા છે. આ બાબતની સરકારે ગંભીર નોંધ લીધી પણ છે. આંશિક રીતે સ્થિતી હળવી થતાની સાથે જ કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પાંચમી ઓક્ટોબરને સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ ઘટાડો કરવામાં આવે તેમ લોકો ઇચ્છે છે. છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ ક્રૂડની કિંમતમાં છ ડોલર પ્રતિબેરલનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

Related posts

ईवीएम टैम्परिंग से भाजपा ने 2019 का चुनाव जीता : गौहर रजा

aapnugujarat

યોગી ઈફેક્ટ : બધાં અધિકારી સમયસર ઓફિસમાં પહોંચે છે

aapnugujarat

લોકસભામાં મુલાયમે કહ્યું- ‘પાક. કરતાં ચીન વધુ ખતરનાક’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1