Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૬૬ શહેરોની ગટરોનું પાણી ગંગા નદીમાં છોડી દેવાય છે !!

ગંગા નદીના સફાઈ અભિયાન પર સરકાર ગમે તે દાવા કરે પણ હકીકત અલગ જ છે.ગંગાને ગંદી કરવાનુ હજી પણ ચાલુ છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નામની સંસ્થાએ ૬ સપ્તાહ સુધી કરેલી તપાસ બાદ એવો ઘટસ્ફોટ થયો છે કે ગંગા નદીના કિનારે આવેલા ૯૭ પૈકીના ૬૬ શહેરોમાં કમ સે કમ એક ગટર એવી છે જેનુ પાણી સીધુ ગંગામાં જ છોડી દેવાય છે.
ગંગાની સૌથી ખરાબ હાલત પશ્ચિમ બંગાળમાં છે.અહીંના ૪૦ શહેરોની ગટરનુ પાણી ગંગામાં સીધુ જ છોડાય છે.બીજા ક્રમે ૨૧ શહેરો સાથે યુપી છે.જ્યારે બિહારમાં આવા ૧૮, ઉત્તરાખંડમાં ૧૬ અને ઝારખંડમાં ૨ શહેરો છે.
આ અભ્યાસમાં વધુમાં એવુ પણ બહાર આવ્યુ છે કે ગંગા બેસિન વિસ્તારના ૧૯ શહેરોમાં જ એક સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે.૩૩ શહેરોના ઓછામાં ઓછા એક ઘાટ પર કચરાના ઢગલા છે અને ૭૨ શહેરોમાં તો ગંગા કિનારે જ જુની ડમ્પિંગ સાઈટસ હજી પણ છે.

Related posts

સુપ્રીમ કોર્ટે ફગાવી કુરાનની આયાતો વિરૂદ્ધની અરજી

editor

પદ્માવતીને લઇ દરમિયાનગીરી કરવા કેન્દ્ર સરકારનો ઇન્કાર

aapnugujarat

અભૂતપૂર્વ રોમાંચ વચ્ચે ફીફા વર્લ્ડકપ આવતીકાલથી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1