Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

અભૂતપૂર્વ રોમાંચ વચ્ચે ફીફા વર્લ્ડકપ આવતીકાલથી શરૂ

વિશ્વભરમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ફીફા વર્લ્ડકપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વિશ્વભરમાં ફુટબોલ ક્રેઝ હવે ચરમસીમા પર છે. દુનિયાભરના અબજો ચાહકો ફુટબોલના રોમાંચની મજા માણવા માટે તૈયાર છે. યજમાન રશિયાએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. હવે ૧૫મી જુલાઇ સુધી ફુટબોલ રોમાંચ રહેશે. આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે ચાર મુસ્લિમ દેશો પણ ફીફા વર્લ્ડ કપમાં રમી રહ્યા છે. જેમાં ઇરાન, સાઉદી અરેબિયા, ઇજિપ્તનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમને ૨૫૫ કરોડની અભૂતપૂર્વ રકમ આપવામાં આવનાર છે. ફુટબોલમાં ઇનામી રકમમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તમામ ટીમો રશિયામાં પહોંચી ચુકી છે. રશિયામાં છેલ્લા કેટલાક મહિનાથી જોરદાર તૈયારી ચાલી રહી હતી. આ વખતે પ્રથમ ક્રમાંકિત ટીમ જર્મની વર્તમાન ચેમ્પિયન તરીકે છે અને તે પોતાના તાજને જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરનાર છે. ફીફા વર્લ્ડ કપમાં યજમાન દેશ હોવાથી રશિયા પણ મેદાનમાં ઉતરનાર છે. રશિયા આવતીકાલે ગ્રુપ એમાં પોતાની પ્રથમ મેચ સાઉદી અરેબિયા સામે રમશે. આની સાથે જ ફીફા વર્લ્ડ કપની શરૂઆત થશે. આ મેચનુ પ્રસારણ ભારતીય સમય મુજબ રાત્રે ૮-૪૦ વાગે રહેશે. ૧૪મી જુનથી એટલે કે આવતીકાલથી ફીફા વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે. તમામ મોટી ટીમો વર્લ્ડ કપ પહેલા પ્રેકટીસ મેચમાં સંપૂર્ણ ટીમને ઉતારીને તૈયારી કરી ચુકી છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ગ્રુપ એમાં રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વેની ટીમો છે. બીજી બાજુ ગ્રુપ બીમાં પોર્ટુગલ, સ્પેન, મોરક્કો, અને ઇરાનની ટીમો છે. , ગ્રુપ સીમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, પેરુ અને ડેનમાર્કની ટીમો છે. આવી જ રીતે ગ્રુપ ડીમાં આર્જેન્ટિના, આઇસલેન્ડ, ક્રોશિયા અને નાઇજિરિયાની ટીમો છે. ગ્રુપ ઇમાં બ્રાઝિલ, સ્વીસ, કોસ્ટા રીકા અને સર્બિયાની ટીમ છે. ગ્રુપ એફમાં જર્મની, મેક્સિકો, સ્વીડન અને દક્ષિણ કોરિયાની ટીમ છે. ગ્રુપ જીમાં બેલ્જિયમ, પનામા, ટ્યુનિશિયા અને ઇંગ્લેન્ડની ટીમ છે. આવી જ રીતે ગ્રુપ એચમાં પોલેન્ડ, સેનેગલ, કોલંબિયા અને જાપાનની ટીમ છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતા. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. વર્લ્ડકપમાં પહોંચનાર વસતીની દ્રષ્ટિએ આ સૌથી નાનકડા દેશ તરીકે છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. જે ખુ મોટી બાબત છે. ઇજિપ્ત તરફથી સ્ટાર મોહમ્મદ સલાહ રમી શકશે કે કે કેમ તેની ચર્ચા છે. વિશ્વના દેશો ફુટબોલ ક્રેઝની મજા માણવા માટે તૈયાર છે.

Related posts

કમલનાથ હવે ભ્રષ્ટનાથ બની ગયા : મોદી

aapnugujarat

अलग-अलग मुठभेड़ों में इस वर्ष 93 आतंकवादियों का सफाया किया गया : गृह राज्यमंत्री जी किशन रेड्डी

aapnugujarat

વ્યાજદર હાલ આરબીઆઈ યથાવત રાખે તેવા સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1