Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં ભાજપના નેતા બૈજુ પ્રસાદની હત્યા

બિહારમાં ગુનાઓની ઘટના દિવસે-દિવસે વધી રહી છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ભાજપના એક સ્થાનિક નેતાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, એક અજાણ્યા શખ્સે ભાજપના નેતા બૈજુ પ્રસાદ ગુપ્તાને ગોળી મારી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ભાજપના નેતા તેમના મેડિકલ સ્ટોર પર બેઠેલા હતા. ત્યારે એક શખ્સે તેમને કોઇ દવા અંગે કંઇ પૂછ્યુ અને પછી અચાનક તેમના પર ગોળી ચલાવી દીધી હતી.
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ભાજપના નેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા પોલીસે તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, એક હુમલાખોરે ભાજપના નેતાને ગોળી મારી હતી. અમે ઘટનાની તપાસ હાથ ધરી છે, જેથી અમે આરોપીની વહેલી તકે ધરપકડ કરી શકીએ.
પોલીસે જણાવ્યું હતું કે, સ્થાનિક રહેવાસીઓના મતે બૈજુ પ્રસાદ ગુપ્તા એક મેડિકલ સ્ટોર ચલાવતા હતા અને તેઓ આજુબાજુના લોકોને ઘરમાં બનેલી દવાઓ પૂરી પાડતા હતા.

Related posts

NCP नेता प्रफुल पटेल को एविएशन घोटाले में ED ने भेजा समन

aapnugujarat

5.94 लाख किसानों के खातों में पहुंची 2000 रुपए की चौथी किश्त

aapnugujarat

एलआईसी ने अपने ग्राहकों को दी राहत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1