Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વાયુસેનાને ૧૨૬ વિમાનોની જરૂર હતી તો ૩૬ જ કેમ ખરીદ્યા?ઃ ચિદમ્બરમ્‌

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. ચેન્નઈમાં ચિદમ્બરમે કહ્યુ છે કે આ સરકારના વિરોધના નોટબંધી જેવા ઘણાં કારણો છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા ચિદમ્બરમે કહ્યુ છે કે તેમણે રામાયણમાં એક વાર્તા સાંભળી હતી. જેમાં ભગવાન હનુમાન પોતાની છાતી ચીરી નાખી હતી. તેમને વિશ્વાસ નથી કે હનુમાનજીની પણ ૫૨ ઈંચની છાતી હશે.
તો પછી આ કોણ છે કે જેમની પાસે ૫૨ ઈંચની છાતી છે. ચિદમ્બરમે રફાલ ડીલને લઈને પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી છે. ચિદમ્બરમે સવાલ કર્યો છે કે જ્યારે વાયુસેનાને ૧૨૬ યુદ્ધવિમાનોની જરૂરિયાત હતી. તો પછી ૩૬ યુદ્ધવિમાનોની જ ખરીદી શા માટે કરવામાં આવી? ચિદમ્બરમે ટિ્‌વટ કરીને સવાલ કર્યો છે કે તમે વિમાનની સંખ્યા ૧૨૬થી ઘટાડીને ૩૬ કેમ કરી.
ચિદમ્બરમે કહ્યુ છે કે વાયુસેના ઓછામાં ઓછી સાત સ્ક્વોર્ડન એટલે કે ૧૨૬ યુદ્ધવિમાનો ઈચ્છી રહી હતી. આ સંખ્યા સંરક્ષણ અધિગ્રહણ પરિષદ ડીએસસી દ્વારા જણાવવામાં આવી હતી. શું વાયુસેના અથવા ડીએસીએ ક્યારેય સંખ્યા ઓછી કરીને ૩૬ યુદ્ધવિમાનોની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું? ચિદમ્બરમે કહ્યુ છે કે જો ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત નવથી વીસ ટકા ઓછી હતી. તો તાર્કિક રીતે સરકારે વધુ યુદ્ધવિમાનોની ખરીદી કરવી જોઈએ.
આજ સુધી ભારતમાં એકપણ વિમાન શા માટે આવ્યું નથી? શું આ ઈમરજન્સી ખરીદી છે? તેમણે કહ્યુ છે કે જ્યારે વાયુસેનાને ૧૨૬ યુદ્ધવિમાનોની જરૂર છે. ત્યારે ભાજપ સરકારે માત્ર ૩૬ યુદ્ધવિમોનોની ખરીદી કરીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી છે. ૧૨૬ યુદ્ધવિમાનોની ખરીદી માટે સરકારે કોન્ટ્રાક્ટ શા માટે કર્યો નથી?

Related posts

बिपिन रावत के बाद लेफ्टिनेंट जनरल मनोज मुकुंद नरवाणे होंगे सेना प्रमुख

aapnugujarat

अमरनाथ यात्रा : 13,835 शिवभक्तों ने बाबा बर्फानी के दर्शन किए

aapnugujarat

Sensex up by 160 points, Nifty settles at 11588

aapnugujarat

Leave a Comment

UA-96247877-1