Aapnu Gujarat
બ્લોગ

સવર્ણ અનામત : મોદીનો માસ્ટરસ્ટ્રોક

કેન્દ્રની મોદી સરકારે આર્થિક રીતે પછાત સર્વણો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.આવનારી ૨૦૧૯ની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં જ મોદી સરકારે સર્વણો માટે અનામતની જાહેરાત કરી છે.અહેવાલો મુજબ આ અનામત સર્વણોના એવા વર્ગને મળશે જે આર્થિક રીતે પછાત છે.કેન્દ્રીય કૅબિનેટે સોમવારે બેઠકમાં ૧૦ ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.સવર્ણ વર્ગમાં આવતા એવા તમામ લોકો કે જેમની આવક વાર્ષિક આઠ લાખથી ઓછી છે તેમને આ અનામતનો લાભ મળી શકશે.સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આર્થિક રીતે પછાત સવર્ણને આ અનામતનો લાભ મળશે.ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.તેમને મુખ્ય ધારામાં લાવવા માટે આરક્ષણની જરૂર છે.આ મુજબ અનામતને લાગુ કરવા માટે હવે સરકારે બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬ની અંતર્ગત તેને લાવવી પડશે.જેથી અનુચ્છેદમાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ લાવી શકે છે.કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા શાહનવાઝ હુસેને કહ્યું કે મોદી સરકાર તમામને સાથે લઈને ચાલે છે. વડા પ્રધાને સવર્ણોમાં જે ગરીબો છે તેમને પણ લાભ આપવા માટે અનામતનો આ નિર્ણય કર્યો છે.ગુજરાત કૉંગ્રેસના નેતા હિંમતસિંહે કહ્યું કે ભાજપની ત્રણ મુખ્ય રાજ્યોમાં હાર થતાં ભાજપ ડરી રહ્યો છે.તેમણે કહ્યું, જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકોમાં ભ્રમ પેદા કરવાની આ ચાલ છે. પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં ત્યારે સરકારે આ નિર્ણય કર્યો છે.અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગરીબોને કંઈક મળતું હોય તો તેમનું સ્વાગત કરું છું. જે લોકોને અનામત મળી છે તેમનો પણ અમલ થવો જોઈએ. આ રાજકીય નિર્ણય છે પરંતુ ગરીબોને મળતું હોય તો અમે વિરોધ કરતા નથી.ગુજરાતમાં પાટીદારો છેલ્લા ઘણા સમયથી અનામતની માગ કરી રહ્યા છે.બીજી તરફ મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપતું બિલ તાજેતરમાં રાજ્યની ભાજપ સરકારે મંજૂર કર્યું હતું.રાજસ્થાનમાં પણ ગુર્જરોએ અનામતને લઈને અનેક દિવસો સુધી આંદોલનો કર્યાં હતાં.હવે ૨૦૧૯ની ચૂંટણી સામે છે ત્યારે મોદી સરકારે આ નિર્ણય લીધો છે.આંબેડકરનું જીવન ચરિત્ર લખનારા ડૉ. ધનંજય કિર ’ડૉ. આંબેડકરઃ જીવન અને કાર્ય’ પુસ્તકમાં અનામતની જરૂર શા માટે પડી એ અંગે પ્રકાશ પાડે છે.લેખકના મતે, દલિત વર્ગો માટે સરકારી નોકરીમાં વિશિષ્ટ જગ્યાઓ અનામત રાખવા આંબડેકર આગ્રહી કેમ હતા તેનાં કારણો ધ્યાન રાખવા જેવાં છે.સવર્ણ હિંદુઓની સરકારી નોકરીમાં બહુમતી ન હોત તો અસ્પૃશ્ય વર્ગો પર જે સિતમ ગુજારવામાં આવતો તે કાયમી ના બન્યો હોત.બીજું, દલિત વર્ગોના લોકો સરકારી નોકરીમાં હોય તો અસ્પૃશ્ય સમાજને ન્યાય આપવાની દૃષ્ટીએ થોડી પ્રગતિ પણ થાય અને તેનો આર્થિક દરજ્જો પણ સુધરે.અનામત અંગે ભારતીય બંધારણમાં ’પ્રતિનિધિત્વ’ શબ્દ અપાયો છે. વંચિત સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માટેની તક એટલે અનામત.બંધારણ સમિતિનું માનવું હતું કે અનામતનો લાભ લેનારી વ્યક્તિ પોતે અને પોતાના સમાજને આગળ લાવી શકશે.ચંદ્રભાન પ્રસાદ જણાવે છે,૧૮૫૪માં ભારતમાં મૅકોલે દ્વારા ઇંગ્લિશ એજ્યુકેશન સિસ્ટમ લાગુ કરાઈ.આ પહેલા દેશમાં સંસ્કૃત અને અરબી કે ફારસી અનુક્રમ મંદિરો કે મસ્જિદોમાં ભણાવાતા. દલિતો ના તો મંદિરમાં જઈ શકતા હતા કે ના તો મસ્જિદમાં.દેશમાં અંગ્રેજોએ જે શાળા શરૂ કરી એમાં દલિતોને પણ ભણવાનો અધિકાર હતો. જેને પગલે ૧૮૮૨થી ૮૩ દરમિયાન દલિતો વિરુદ્ધ હુલ્લડો ફાટી નીકળ્યા.એ વખતે હન્ટર કમિશને પણ અપૃશ્યોને શિક્ષણ આપવાની ભલામણ કરી હતી. દેશમાં એસસી-એસટીને મળતી અનામતની આ પૂર્વભૂમિકા હતી.વળી, અશ્પૃશ્યો પાસેથી માણસ તરીકેનો હક પણ છીનવી લેવાયો હોય ત્યારે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનામતની જોગવાઈ ઘણી જ જરૂરી બની જાય છે.પ્રોફેસર શાહ કહે છે, અનામત પછાત વર્ગના લોકોના હકોનું રક્ષણ કરે છે. એ માટે એમને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત અપાય છે.અનામત એટલા માટે પણ જરૂરી બની જાય છે કે સરકારમાં નીતિ વિષયક નિર્ણયો લેનારાઓ સામાન્ય રીતે કહેવાતી ઊંચી જ્ઞાતિના લોકો હોય છે.જેને કારણે પણ પછાત લોકોના પ્રશ્નો સમજી એમના માટે નિર્ણય લેવાય એ માટે પણ તેમના કોઈ માણસની હાજરી અનિવાર્ય બની જાય છે.જાણો સવર્ણ કયા આધારે આ અનામત મેળવી શકે છે.
અનામતનો લાભ ઉઠાવવા માટે આપને આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આપને જણાવી દઈએ કે જે સવર્ણોની વાર્ષિક આવક ૮ લાખ રૂપિયાથી ઓછી છે, તે આનો ફાયદો ઉઠાવી શકશે. આ ઉપરાંત અનામતનો ફાયદો ઉઠાવવા માટે જાતિ પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ અને પેન કાર્ડ પણ રજૂ કરવું પડશે. અનામતનો લાભ ઉઠાવવા માટે આ ઉપરાંત આધાર કાર્ડ, બેંક પાસ બુક અને ઇન્કમ ટેક્સ રિટર્ન પણ રજૂ કરવું પડશે.લોકસભા ચૂંટણી પહેલા સરકારે મોટો દાવ રમ્યો છે. આર્થિક રીતે પછતા ઊંચી જાતિને મનાવવા માટે સરકારે અનામત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે આર્થિક રીતે પછાત ઊંચી જાતિના લોકોને ૧૦ ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મુજબ, આ અનામતનો ફાયદો એવા લોકોને મળશે જેની કમાણી વાર્ષિક આવક ૮ લાખથી ઓછી છે.આ પહેલા ગરીબ સવર્ણો માટે અનામતની માંગને અનેક નેતા પણ યોગ્ય ઠેરવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને માયાવતી પણ સામેલ છે. તેઓએ ગરીબ સવર્ણોને ૧૫થી ૨૫ ટકા અનામત આપવાની વાત કહી હતી.ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. શરત એ છે કે, એવું સાબિત કરવું પડે કે બીજાની તુલનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. આ નક્કી કરવા માટે કોઈ પણ રાજ્ય પોતાની ત્યાં પછાત વર્ગ આયોગની રચના કરીને અલગ-અલગ વર્યોની સામાજિક સ્થિતિની જાણકારી લઈ શકે છે.જોકે, સુપ્રીમ કોર્ટ મુજબ, સામાન્ય રીતે ૫૦ ટકાથી વધુ અનામત ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, કોઈ પણ રાજ્ય ૫૦ ટકાથી વધુ અનામત ન આપી શકે. અનામતની હાલની વ્યવસ્થા મુજબ, એસસી માટે ૧૫, એસટી માટે ૭.૫ અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામત છે. અહીં આર્થિક આધારે અનામતની કોઈ વ્યવસ્થા નથી. તેથી અત્યાર સુધી જે રાજ્યોમાં આર્થિક આધારે અનામત આપવાનો પ્રયાસ થયો તેને કોર્ટને ફગાવી દીધો હતો.૧૯૯૧માં મંડલ કમીશનના રિપોર્ટ લાગુ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહા રાવે ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય કરાર કરતા નકારી કાઢ્યો હતો. ભાજપે ૨૦૦૩માં એક મંત્રી સમૂહની રચના કરી. જોકે, તેનો ફાયદો ન થયો અને વાજપેયી સરકાર ૨૦૦૪ની ચૂંટણી હારી ગઈ. ૨૦૦૬માં કોંગ્રેસ પણ એક કમિટી બનાવી જેને આર્થિક રીતે પછાત વર્ગોનું અધ્યયન કરવાનું હતું જે હાલની અનામત વ્યવસ્થાના દાયરામાં નથી આવતા. પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.સવર્ણ અનામત મુદ્દે થયેલી વાતચીતમાં ’૨૪ અકબર રોડ’ના લેખક તથા સિનિયર પત્રકાર રશીદ કિદવઈએ જણાવ્યું હતું કે, દલિતોનું રાજકારણ કરનારી પાર્ટીઓ પણ પોતાનો દાયરો વધારવા માંગે છે તેથી તેઓ ગરીબ સવર્ણોને અનામત આપવાની વાત કરી રહ્યા છે. સવર્ણોના અસંતોષમાં તેમને અવસર દેખાય છે. ૨૦૦૭માં બ્રાહ્મણોની સાથે લઈને માયાવતી સત્તામાં આવ્યા હતા. પરંતુ દલિત નેતાઓની આ પહેલ માત્ર કાયળ પર અને ચૂંટણીલક્ષી લાગે છે. તે માત્ર સવર્ણોને પોતાના પક્ષે કરવાનો પ્રયાસ હોઈ શકે છે કારણ કે આવું નિવેદન આપનારા નેતા પણ જાણે છે કે આર્થિક આધારે અનામત આપવાનો રસ્તો પડકારોથી ભરેલો છે. તેથી એાટલી જલદી તેને લઈને કોઈ પણ સરકાર કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકે.કિડવાઇનો દાવો યથાર્થ છે પણ એ હકીકત છે કે મોદી સરકારને આ પ્રકારની જાહેરાતો કરવી પડે તેમ છે કારણકે આ વખતે ચુંટણીમાં માત્ર મોદી ઇમેજ ચાલવાની નથી ત્યારે મતદારોને કશુંક તો આપવું પડે.

Related posts

શાકાહારી બનો નહીં તો પૃથ્વી પર થશે અનર્થ

aapnugujarat

નરેન્દ્ર મોદીના રાજકીય શાસનના ૨૦ વર્ષ પૂર્ણ

editor

માલદિવમાં રાજકીય સંકટ અને ભારતની ભૂમિકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1