Aapnu Gujarat
બ્લોગ

શાકાહારી બનો નહીં તો પૃથ્વી પર થશે અનર્થ

જળવાયુ પરિવર્તનની ભયાનકતાને ઓછી કરવા માટે દુનિયાએ નિશ્ચિતપણે માંસની ખપતમાં ઘણો મોટો ઘટાડો કરવો પડશે. ગ્લોબલ વોર્મિંગના જાણકારો મુજબ. માંસાહારીથી શાકાહારી બનવામાં આવશે ત્યારે ૨૦૫૦ સુધીમાં પૃથ્વી માણસોનો ભાર સહન કરી શકશે.દુનિયા ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે ઝઝૂમી રહી છે. આપણે જે પણ કંઈ ખાઈએ છીએ. તેની આપણા પર્યાવરણ પર શું અસર થાય છે. તેના સંદર્ભે અત્યાર સુધીના સૌથી તલસ્પર્શી અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ મહત્વની વાત જણાવી છે. જળવાયુ પરિવર્તનની ભયાનકતાને ઘટાડવા માટે દુનિયાએ નિશ્ચિતપણે માંસની ખપતમાં ધરખમ ઘટાડો કરવો પડશે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીના તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાને કારણે પૃથ્વીને બચાવવાની કોશિશોમાં માનવતાએ આકરી પસંદગી કરવાની છે. સંશોધકોનું સૂચન છે કે પશ્ચિમી દેશોએ પોતાની માંસની ખપતમાં ૯૦ ટકાનો ઘટાડો કરવો જોઈએ. જેથી પૃથ્વી ૨૦૫૦ સુધી પોતાની અનુમાનિત ૧૦ અબજ વસ્તીનો ભાર વહન કરી શકે.ઘટી રહેલા જંગલો અને બેફામ પાણીના વેડફાટને પણ જળવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. આ સંશોધનની વિગતોને બુધવારે નેચર મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે માંસની ખપતમાં ઘટાડો કર્યા વગર ખાદ્ય ઉદ્યોગની પર્યાવરણ પર વ્યાપક અસર સદીના મધ્ય સુધીમાં ૯૦ ટકા સુધી વધે તેવી શક્યતા છે. આ સિવાય દુનિયાની વધતી માનવ વસ્તીના ભોજનની જરૂરિયાતો પૂર્ણ કરવાની તેની ક્ષમતા પ્રભાવિત કરી છે અને તે જળવાયુ પરિવર્તનમાં ઘટાડાની કોઈપણ આશાને ધુંધળી બનાવે છે. વૈજ્ઞાનિકો દ્વારા શાકાહાર પર આધારીત ભોજન અપનાવવા તરફ આગળ વધવાનું સૂચન કર્યું છે અને ખાદ્ય પદાર્થોના વેડફાટમાં ઘટાડો કરીને આધુનિક તકનીકની મદદથી ખેતીના ચલણમાં સુધારો લાવવાનું પણ સૂચન કર્યું છે.

Related posts

✍ ?आज का विचार?

aapnugujarat

ચીનમાં દર પાંચમાં દિવસે એક અબજોપતિ બને છે : અહેવાલ

aapnugujarat

अफगानिस्तान : हमारी उदासीनता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1