Aapnu Gujarat
બ્લોગ

ચીનમાં દર પાંચમાં દિવસે એક અબજોપતિ બને છે : અહેવાલ

આર્થિક મંદી હાલમાં હોવા છતાં ચીનમાં તાજેતરના સમયમાં દર પાંચમાં દિવસે એક વ્યક્તિ અબજોપતિ બને છે. પહેલા એશિયામાં એક સપ્તાહમાં એક અબજોપતિની સ્થિતિ સર્જાઈ રહી હતી પરંતુ હવે તેની ગતિ વધી ગઈ છે. યુબીએસ અને પ્રાઈઝ વોટર હાઉસ કુપર્સના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દર ત્રીજા દિવસે એશિયામાં એક વ્યક્તિ અબજોપતિ બને છે. આ મામલામાં એશિયા બાકીની દુનિયાથી ખૂબ આગળ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા વર્ષે એશિયાના ૭૧ નવા અબજોપતિ એકલા ચીનમાં તૈયાર થયા હતા. જે વર્ષ ૨૦૦૯ના ૩૫ ટકાની સરખામણીમાં બે ગણા છે. છેલ્લા બે દશકમાં ૧૩૦૦થી વધારે અબજોપતિ સાથે જોડાયેલા આંકડાના મૂલ્યાંકન બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે અબજોપતિ બનનાર એશિયાના ૧૧૩ ઉદ્યોગ સાહસિકોમાં ૮૦ ચીનના હતા. આ આંકડો છેલ્લા વર્ષે દુનિયામાં નવા અબજોપતિની સંખ્યાની સરખામણીમાં અડધાથી વધુ છે. ચીન સરકારે ઈનોવેશન રિફોર્મને પ્રાથમિકતાની યાદીમાં મુકી દીધા બાદ તેમાં સુધારો થયો છે. તે વખતે તે કંપનીની સાથે સાથે મીટીંગમાં ચીની વડાપ્રધાને કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકો અને ઈનોવેશનને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશમાં દરેક હિસ્સાથી આવેલા કોલેજ વિદ્યાર્થીઓને આના કારણે સ્પર્ધામાં ટકી રહેવાની તક મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના પરિણામ સ્વરૂપે ચીનના ઉદ્યોગ સાહસિકોને ઝડપથી અબજોપતિ બનવા માટેનો માર્ગ મોકળો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અબજોપતિઓમાં આશરે અડધા ટેકનોલોજી સાથે જોડાયેલા છે. ૧૫ ટકા કન્ઝયુમર એન્ડ રીટેઈલના લોકો છે. જ્યારે ૧૫ ટકા રિયલ એસ્ટેટના છે. ઈ-કોમર્સ બિઝનેસને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ગાળા દરમ્યાન ચીનના કેટલાક અમીર લોકો વર્તમાન કારોબાર છોડીને રિયલ એસ્ટેટ બિઝનેસમાં જોડાયેલા છે.

Related posts

सन्माननीय सीजेआइने सही फरमाया- इतनी लोकचाहना न्यायपालिका के लिये चुनौती है..!

aapnugujarat

ભારત અને ચીન બંને સરહદેથી સેના હટાવવા થયા સંમત

editor

ઉ.કોરિયા જૈવિક હથિયાર/શસ્ત્રો વિકસાવી રહ્યું છે !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1