Aapnu Gujarat
બિઝનેસ

IRFC, IRCTCના આઈપીઓમાં સમય લાગશે

આઈપીઓ બજારમાં હાલમાં જોરદાર તેજી પ્રવર્તી રહી છે ત્યારે પ્રવર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં લઇને આઈઆરએફસી, આઇઆરસીટીસીના આઈપીઓમાં વિલંબ થાય તેવી શક્યતા છે. સરકાર સૌથી પહેલા ફાઈનાન્સિયલ સમસ્યાઓને ઉકેલવાની યોજના ધરાવે છે. ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (આઈઆરએફસી) અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશનના સ્ટોક એક્સચેંજમાં લિસ્ટિંગમાં વિલંબ થઇ શકે છે. સરકાર આગામી નવેમ્બર ૨૦૧૭માં અને જાન્યુઆરી ૨૦૧૮માં ક્રમશઃ આઈઆરએફસી અને આઈઆરસીટીસીને રજૂ કરવા ઇચ્છુક હતી. નવા રેલવે મંત્રી પીયુષ ગોયેલ સૌથી પહેલા લિસ્ટિંગ માટે આગળ વધતા પહેલા સારી ગણતરી સાથે કંપનીઓ સામે રહેલી તકલીફોને દૂર કરવા માંગે છે. ફાઈનાન્સિયલ સમસ્યાઓ હાલમાં આવી રહી છે. આઈઆરસીટીસી દ્વારા સર્વિસ ચાર્જ માફીને લઇને ટિકાટિપ્પણીના સામને લઇને પરેશાન છે જ્યારે આઈઆરએફસીની ચિંતા ટેક્સ જવાબદારીને લઇને પણ રહેલી છે. એપ્રિલ ૨૦૧૭માં આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ સ્ટોક એક્સચેંજ ઉપર ૧૧ સીપીએસઈના લિસ્ટિંગને મંજુરી આપી હતી. આઈઆરએફસી અને આઈઆરસીટીસીના આઈપીઓમાં વિલંબને લઇને આર્થિક નિષ્ણાતોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

Related posts

સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અપ

aapnugujarat

वोडाफोन, आइडिया के मर्जर को सीसीआई ने दी मंजूरी

aapnugujarat

बाजार में भारी उतारचढ़ाव, सेंसेक्स और निफ्टी में गिरावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1