Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇસરો નિષ્ફળતાને ભુલી નવા લોન્ચની તૈયારીમાં

અંતરિક્ષમાં નેવીગેશન સેટેલાઇટ છોડવામાં નિષ્ફળતા મળ્યા બાદ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો હવે નવેમ્બર-ડિસેમ્બરમાં પોતાના આગામી પીએસએલવી મિશનની તૈયારીમાં વ્યસ્ત છે. ઇસરોના ચેરમેન એએસ કિરણકુમારે માહિતી આપતા કહ્યું છે કે અમે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આગામી પીએસએલવી લોંચ કરવાની તૈયારીમાં છે. કુમાર થિરુવનંતપુરમમાં ૬૮માં નેશનલ કોન્ફરન્સ ઓફ એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયામાં ભાગ લેવા માટે આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં પીએસએલવી-સી૩૯ મિશન ફ્લોપ રહ્યા બાદ ઇસરો વડાએ કહ્યું છે કે, એક કમિટિ આમા તપાસ કરી રહી છે અને તે પરિણામ પર પહોંચવાના અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું હતું કે, કમિટિ મિશનની નિષ્ફળતાના કારણો જાણવાના પ્રયાસમાં છે. જેને લઇને તમામને ઇન્તજાર છે. કુમારે ભારપૂર્વક કહ્યું હતું કે, લોન્ચ વ્હીકલમાં કોઇ ખામી સર્જાઈ ન હતી. હિટશીલ્ડ અલગ થતી વેળા સમસ્યા સર્જાઈ હતી. ઇસરોના ચેરમેને કહ્યું છે કે, લોંચ વ્હિકલના કન્ટ્રોલ સિસ્ટમમાં કોઇ ફેરફાર કરવામાં આવનાર નથી. અત્રે નોંધનીય છે કે, ૩૧મી ઓગસ્ટના દિવસે ઇસરોના નેવીગેશન સેટેલાઇટને નિષ્ફળતા મળી હતી. કારણ કે, અંતરિક્ષમાં પોતાની પરિભ્રમણ કક્ષામાં જતા પહેલા જ ખામી સર્જાઈ હતી.

Related posts

ચોમાસું સમય કરતાં પહેલાં સારા વરસાદની સંભાવના

aapnugujarat

મેઘાલય ૬૭ અને નાગાલેન્ડમાં ૭૫ ટકાથી વધારે મતદાન નોંધાયું

aapnugujarat

હોમ અને કાર લોન માર્ચ મહિનાથી વધુ મોંઘી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1