Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચોમાસું સમય કરતાં પહેલાં સારા વરસાદની સંભાવના

કાળઝાળ ગરમીની ઝપટમાં ભારતના કેટલાંય રાજ્યોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. હવામાન વિભાગના મતે આવતા ત્રણ દિવસમાં ચોમાસું અંદમાનમાં દસ્તક દઇ શકે છે. આ જ કારણ છે કે દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં સમયથી પહેલાં વરસાદ થઇ શકે છે. જ્યારે ઉત્તર ભારતમાં પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળી શકે છે. અંદમાનમાં મોનસૂન જે રીતે આગળ વધશે, તેના પરથી જ અંદાજ લાગશે કે ઉત્તર ભારતમાં મોનસૂન કયારે પહોંચશે. આપને જણાવી દઇએ કે હવામાન વિભાગના મૉનસૂનને લઇ આગળનો અંદાજ જૂનમાં આવવાનો છે.હવામાન વિભાગના મતે ઉત્તર ભારતને હજુ ગરમી ઝીલવી પડશે. ત્યારે કેરળમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કેરળમાં ૨૮મી મેથી ભારે વરસાદ પડી શકે છે. આવતા ૪૮ કલાકમાં મોનસૂન દક્ષિણ અરબ સાગરથી કેરળ પહોંચી શકે છે.
દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં મોનસૂન માટે સ્થિતિઓ અનુકૂળ થઇ રહી છે. બે દિવસ અહીં ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. પરંતુ ૨૮મી મે બાદ કેરળમાં મોનસૂન સંપૂર્ણ પણે સક્રિય થશે. સામાન્ય રીતે એક જૂનની આસપાસ મોનસૂન દસ્તક દે છે.હવામાન વિભાગના મતે મૉનસૂન સમયથી ચાર દિવસ પહેલાં આવવાની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ મૉનસૂન ૨૮મી મેના રોજ સક્રિય થશે. પરંતુ અંદમાન અને નિકોબાર દ્વીપ આની પહેલાં પહોંચશે. ૨૪મી મેના રોજ શ્રીલંકામાં દસ્તક દઇ શકે છે અને પછી આગળ પૂર્વ મધ્ય બંગાળની ખાડીની તરફ વધશે. કેરળ પહોંચનાર મોનસૂન જ સક્રિય થઇ દેશના ઉત્તર ક્ષેત્રમાં આવે છે, તેનાથી રાજધાની દિલ્હી સહિત ઉત્તર અને દક્ષિણના રાજ્યોને ગરમીથી રાહત મળે છે.આ વર્ષે હવામાન વિભાગે ૧૦૦ ટકા સામાન્ય મોનસૂનની ભવિષ્યવાણી કરી છે. એપ્રિલમાં હવામાન વિભાગ (આઇએમડી)એ પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે મોનસૂનની લાંબા ગાળા (એલપીએ)ની સરેરાશ ૯૭ ટકા રહેશે જો કે આ હવામાન માટે સામાન્ય છે. ઓછા વરસાદની ખૂબ ઓછી શકયતા છે. આખા વર્ષમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ થવા પર મોનસૂનને સામાન્ય મનાય છે. જ્યારે ૯૦ થી ૯૬ ટકા વરસદાને સામાન્યથી ઓછો કહેવાય છે.હવામાન વિભાગના મતે અત્યારે આખા દેશમાં ઠીક એવું જ હવામાન છે જેમ કે મોનસૂન પહેલાં મે મહિનામાં હોય છે. સ્થિતિઓ મોનસુન માટે સંપૂર્ણ પણે અનુકૂળ છે. કેરળ પહોંચ્યા બાદ જ મોનસૂનની આગળની ચાલ પર નિર્ભર કરશે. દેશભરમાં કેટલીય જગ્યાઓ પર ધૂળ ભરેલા પવનની સાથે કરા અને વરસાદ નોંધાયો છે. અસમ, મેઘાલય, ત્રિપુરા, બિહાર, પશ્ચિમી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, તામિલનાડુમાં વીજળીના કડાકા સાથે ઝડપી પવન સાથે વરસાદ નોંધાયો છે.

Related posts

કર્ણાટકમાં મંત્રીઓના આવાસ ઉપર આવકવેરાના દરોડા

aapnugujarat

जम्मू में आतंकियों की साजिश नाकाम

editor

6 encounters in 1 day, UP police shots Pratapgarh don Tauquir Hafiz

aapnugujarat

Leave a Comment

UA-96247877-1