Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેઘાલય ૬૭ અને નાગાલેન્ડમાં ૭૫ ટકાથી વધારે મતદાન નોંધાયું

નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂટણી માટે આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઉંચુ મતદાન થયુ હતુ. ઉંચુ મતદાન થયા બાદ હવે મતગણતરી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. નાગાલેન્ડ અને મેઘાલયમાં એકંદરે શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ થયું હતું. બંને રાજ્યોમાં ઉંચા મતદાન બાદ ઉત્સુકતા વધી ગઈ છે. એકબાજુ મેઘાલયમાં ૬૭ ટકાથી વધુ મતદાન થયું છે જ્યારે નાગાલેન્ડમાં ૭૫ ટકાથી પણ વધુ મતદાન થયું છે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર સુદીપ જૈને કહ્યું છે કે, નાગાલેન્ડમાં ૭૫ ટકાથી ઉપર મતદાન થયું છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે. નાગાલેન્ડમાં હિંસાના છુટાછવાયા બનાવ બન્યા હતા. ક્રૂડ બોંબ ઝીંકવાના બનાવમાં એકને ઇજા થઇ હતી.
ગોળીબારના બનાવમાં અન્ય એકને ઇજા થઇ હતી. બે મતદાન મથકો પર ઇવીએમને નુકસાન પહોંચાડવાના બનાવો બન્યા હતા. અગાઉ મતદાન શરૂ થયા બાદ શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ બન્ને રાજ્યોમાં ઉંચુ મતદાન થયું હતું. કેટલીક જગ્યાએ મતદાન મથકો પર શરૂમાં જ લાંબી લાઇન જોવા મળી હતી. મેઘાલયમાં ૩૭૦ ઉમેદવારો અને નાગાલેન્ડમાં ૧૯૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે ત્રીજી માર્ચના દિવસે પૂર્વોતરમાં કોની સરકાર બનશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે. તમામ મતદાન મથકો પર લાંબી લાઇન જોવા મળતા ઉંચા મતદાનની અપેક્ષા શરૂઆતથી જ દેખાઇ રહી હતી. બન્ને રાજ્યોમાં મતદાનને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી હતી. આ બન્ને રાજ્યોમા આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજા હતું. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પોતાની તાકાતને વધારી દેવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે જોરદાર પ્રચાર કર્યો હતો. નાગાલેન્ડમાં ૧૯૫ ઉમેદવારોના ભાવિ મતદાન શરૂ થયા બાદ ઇવીએમમાં સીલ તઇ ગયા હતા. નાગાલેન્ડમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે પૈકી અડધાથી વધારે કરોડપતિ છે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા ૧૧૮૯૨૬૪ નોંધાઇ હતી. જે પૈકી ૭૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. રાજ્યમાં ૫૫૦ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા બાદ અહીં સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. તમામ મથકો પર પુરતી સંખ્યામાં જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે તમામ મતદાન કેન્દ્રો પર સીસીટીવી અને ઓફલાઇન વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. ભાજપે નાગા પીપલ્સ ફ્રન્ટના નેતૃત્વમાં ડેમોક્રેટિક અલાયન્સ ઓફ નાગાલેન્ડ સાથે પોતાના ૧૫ વર્ષ જુના સંબંધને તોડી લીધા છે. ભાજપે તેની સાથે સંબંધ તોડીને હાલમાં જ રચવામા ંઆવેલા નેશનલ ડેમોક્રેટિક પોલિટિકલ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. રાજ્ય વિધાનસભામાં ૬૦ સીટો છે. એનપીએફે ૫૮ સીટો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. નેશનલ પીપલ્સ પાર્ટીએ એનપીએફ સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યુ છે. નાગાલેન્ડમાં છેલ્લા બે વર્ષોમાં નેતૃત્વનુ સંકટ સર્જાઇ ગયુ છે. સ્થાનિક મુદ્દા ચમક્યા બાદ હવે લોકો કોને તક આપે છે તે બાબત ઉપયોગી રહેશે. ત્રિપુરામાં ૬૦ વિધાનસભા પૈકી ૫૯ સીટ માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉંચુ મતદાન થઇ ચુક્યુ છે. મતદાન પૂર્ણ થયા બાદ ૭૪ ટકાથી પણ ઉંચુ મતદાન થયું હોવાની ચૂંટણી પંચે વાત કરતા ડાબેરીઓ અને ભાજપમાં અટકળોનો દોર શરૂ થયો હતો. ડાબેરીઓ છેલ્લા ૨૫ વર્ષથી સત્તા પર છે. આ વખતે સત્તા ટકાવી શકશે કે કેમ તે અંગેનો ફેંસલો હવે મતગણતરીના દિવસે એટલે કે ત્રીજી માર્ચના દિવસે થશે. મતદાન શરૂ થયા બાદ મેઘાલયમાં ૩૭૦ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મેઘાલયમાં ૩૦૮૩ મતદાન મથકો પર ૧૮.૪ લાખ મતદારો નોંધાયા હતા જે પૈકી ૬૭ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતે ૬૭ ઓલ વુમન પોલિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હતા. ૬૧ મોડલ પોલિંગ સ્ટેશન પ્રથમ વખત ઉભા કરવામાં આવ્યા હતા. ચૂંટણી મેદાનમાં ૩૨ મહિલાઓ પણ હતી.

Related posts

જ્યાં સુધી આરોપમુક્ત નહીં થાઉં, ત્યાં સુધી સક્રિય રાજનીતિમાં નહીં આવું : રોબર્ટ વાડ્રા

aapnugujarat

रजनीकांत का ऐलान : शुरू नहीं करेंगे कोई राजनीतिक पार्टी

editor

12 साल से कम उम्र की बच्चियों के साथ दुष्कर्म केस में 2 महीने में शुरू हो ट्रायल : गृहमंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1