Aapnu Gujarat
બ્લોગ

નરેન્દ્ર મોદીના રાજકીય શાસનના ૨૦ વર્ષ પૂર્ણ

ગુજરાત મોડલની એટલી ચર્ચા થઈ કે, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે મોદી વડાપ્રધાનનો ચહેરો બનીને ઉભર્યા. મોદી ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓ સતત જીતીને કોંગ્રેસ અને ગાંધી પરિવારને આકરો પડકાર આપવા માટેનો આધાર બની ગયા હતા. ૨૦૧૩માં ભાજપે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. મે ૨૦૧૪માં પીએમ મોદીએ ગુજરાતથી દિલ્હીની સનસનાટીભરી રાજકીય યાત્રા કરી હતી. તેમના નેતૃત્વમાં યોજાયેલી તે ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમત હાંસલ કર્યો હતો. એવું કહેવાય છે કે, તે ચૂંટણીમાં ભાજપનું ચૂંટણી ચિહ્ન ભલે કમળ રહ્યું હોય પરંતુ ચહેરો તો એકમાત્ર નરેન્દ્ર મોદી જ હતા. તે ચૂંટણી બૂથ પર લડાઈ હતી પરંતુ સોશિયલ મીડિયા પણ તેનું ઈલેક્શન બેટલગ્રાઉન્ડ રહ્યું હતું. તે ભારતની પહેલી એવી ચૂંટણી હતી જેમાં ફેસબુક, ટિ્‌વટર અને વ્હોટ્‌સએપ પણ તે હદે પ્રભાવી રહ્યા હતા. નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાને પોતાના ફાયદામાં સામેલ કરવાના હુનરના ઉસ્તાદ સાબિત થયા હતા. મોદી દિલ્હી પહોંચ્યા તે સાથે જ શાસનની એક નવી પદ્ધતિ શરૂ થઈ. તેમણે સત્તાને પોતાની મુઠ્ઠીમાં સીમિત કરી તો શાસનના પરિણામની જવાબદારીઓ પણ પોતાના માથે લીધી. તેમણે દેશ ચલાવતા અનેક કાયદાઓને તિલાંજલિ આપી, પીએમઓમાં નવી કાર્ય સંસ્કૃતિ વિકસિત કરી. ભાજપના કહેવા પ્રમાણે પીએમ મોદીએ વિકાસ અને જનકલ્યાણકારી નીતિઓને પોતાનો આધાર બનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ સાર્વજનિક જીવનના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ૨૦ વર્ષોમાં તેઓ ૧૨ વર્ષ કરતા વધારે સમય ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે અને હાલ ૭ વર્ષ કરતા પણ વધારે સમયથી દેશના વડાપ્રધાન છે. નરેન્દ્ર દામોદર દાસ મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારથી લઈને વડાપ્રધાન બન્યા બાદ આજ સુધી સતત તેઓ બંધારણીય પદે કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન તેઓ એક પણ ચૂંટણી હાર્યા નથી. ૮૦ અને ૯૦ના દશકામાં નરેન્દ્ર મોદી ભાજપના સાધારણ નેતા હતા પરંતુ સંઘ સાથેનો તેમનો નાતો ખૂબ જૂનો હતો. ૧૯૮૭માં નરેન્દ્ર મોદીએ પોતે અમદાવાદ નિગમ ચૂંટણીમાં ભાજપના વિજયની સ્ક્રિપ્ટ લખી હતી. તેમણે પોતાની પ્રબંધન ક્ષમતાનો કમાલ દેખાડીને પાર્ટીને જીત અપાવી હતી. તેમના કૌશલ્યએ પાર્ટીનું ધ્યાન ખેંચ્યુ હતું અને અમદાવાદની જીત બાદ ૧૯૮૭માં ભાજપે તેમને ગુજરાતના સંગઠન સચિવ બનાવી દીધા હતા. ૧૯૯૦માં એલકે અડવાણીની રથયાત્રા અને ૧૯૯૧-૯૨માં મુરલી મનોહર જાેશીની એકતા યાત્રાને સફળ બનાવવામાં તેમણે મહત્વનો રોલ ભજવ્યો હતો. ૧૯૯૫ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પોતાની મેનેજમેન્ટ સ્કિલ બતાવી અને પાર્ટીને તે ચૂંટણીમાં જીત મળી તે સાથે જ ભાજપમાં મોદીનું પ્રમોશન થયું અને તેમને રાષ્ટ્રીય સચિવ બનાવીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા. ૧૯૯૮માં ગુજરાતના રાજકારણમાં ભારે બદલાવ આવ્યો અને ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જતા રહ્યા. રાજ્યમાં વચગાળાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને તેમની સરકાર ચાલી રહી હતી ત્યારે જ જાન્યુઆરી ૨૦૦૧માં ગુજરાતના ભુજ ખાતે ભીષણ ધરતીકંપ આવ્યો. તે હોનારતના સામના દરમિયાન સરકારની છબિને ભારે નુકસાન પહોંચ્યું. ભાજપના નેતૃત્વને ગુજરાતની ચિંતા સતાવી રહી હતી. તે સમયે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા અને રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી. ભાજપે રાજ્યનું નેતૃત્વ બદલવાનું નક્કી કર્યું એટલે વાજપેયીને મોદી યાદ આવ્યા અને પહેલી ઓક્ટોબરના રોજ મોદી જ્યારે દિલ્હીમાં એક કેમેરામેનના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત હતા તે સમયે તેમને ફોન આવ્યો અને પીએમ અટલ બિહારી વાજપેયીને મળવા કહેવામાં આવ્યું. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભુજના ભૂકંપ પ્રભાવોનો સામનો કરી રહ્યા હતા ત્યાં જ ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરા ટ્રેન કાંડ થયો. ત્યાર બાદ ગુજરાત સાંપ્રદાયિક રમખાણની આગમાં સળગવા લાગ્યું. ગુજરાતના રમખાણોએ દેશના સામાજીક તાણાવાણાને ખૂબ ઉંડુ નુકસાન પહોંચાડ્યું. ત્યાર બાદ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ‘રાજધર્મ’ નિભાવવાની સલાહ આપી હતી. ગુજરાત હિંસાની આકરી ટીકાઓ, ન્યાયિક પ્રક્રિયાઓમાંથી બહાર નીકળીને મોદીએ પોતાના માટે સખત પ્રશાસકની છબિ બનાવી અને રાજ્યની વીજળીની, પીવાના પાણીની સમસ્યા દૂર કરી. સાબરમતી નદીનો કાયાકલ્પ કરાવ્યો. રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે વાઈબ્રેન્ટ ગુજરાત સમિટનું આયોજન કરાવ્યું અને રાજ્યમાં રોકાણ વધારવામાં સફળ રહ્યા. ત્યારથી તેમણે ગુજરાત મોડલનો કોન્સેપ્ટ બનાવ્યો અને નરેન્દ્ર મોદીએ ગુજરાતની છબિને બ્રાન્ડનો ચહેરો બનાવ્યો. જનધન યોજના જેવા નવાચાર શરૂ કર્યા અને દેશની કરોડોની વસ્તીને બેન્કિંગ સિસ્ટમ સાથે જાેડી સરકારી યોજનાના ફાયદા સીધા તેમના ખાતામાં પહોંચાડ્યા. ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી તથા જૂની ૫૦૦, ૧૦૦૦ની નોટોને અવૈદ્ય જાહેર કરી. તેના ઉદ્દેશ્ય અને સફળાતને લઈ આજે પણ ચર્ચાઓ થાય છે પરંતુ ભાજપના કહેવા પ્રમાણે આ ર્નિણયથી દેશમાં બ્લેક મનીથી સંચાલિત ઈકોનોમીની કમર તૂટી ગઈ. તેમની અનેક યોજનાઓ સમાજના સૌથી નીચલા વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મફત શૌચાલય યોજનાથી કરોડો ગરીબોને લાભ પહોંચાડ્યો. મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના સહિતની અનેક જનકલ્યાણકારી યોજના વોટમાં ફેરવાઈ.

Related posts

સ્કૂલોમાં હાલ રિવેંજ પોર્નનો શિકાર બાળકો થઇ રહ્યા છે : રિપોર્ટમાં ધડાકો

aapnugujarat

भारत को मिले ‘वीटो’ का अधिकार

editor

शिवसेना की भाजपा को ललकार : हिम्मत है तो आओ सामने

aapnugujarat

Leave a Comment

UA-96247877-1