Aapnu Gujarat
બ્લોગ

માલદિવમાં રાજકીય સંકટ અને ભારતની ભૂમિકા

પર્યટન અને પોતાના આલિશાન રિસોર્ટ માટે વિશ્વ મશહૂર અને ભારતની મહત્વની ભૂમિકા રહી છે તેવા માલદિવમાં રાષ્ટ્રપતિ અને સુપ્રિમકોર્ટ વચ્ચે વધેલા ગતિરોધે આજે અરાજકતાની પરાકાષ્ટા સર્જી હતી. દેશમાં ૧૫ દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે અને પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ ચીફ જસ્ટિસ સહિત અનેકની ધરપકડ કરી લઇ સેનાએ સંસદ પર કબજો કરી લીધો હતો. દેશની સંસદને અનિશ્ચિત કાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે આ ફૈસલાની સતત નિંદા કરતું રહ્યું હતું કે આ એક પ્રકારે સૈન્યની મદદથી તખ્તાપલટ જેવી જ કાર્યવાહી છે. ભારત કદાપી નથી ઇચ્છતું કે માલદીવ પૂરી રીતે ચીન તરફ ઢળી જાય. જો કે હાલાત એવા જ બની રહ્યા છે કે હવે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. જો કે ભારત પાસે હજી અનેક બીજા રસ્તાઓ પણ છે. માલદીવની સુપ્રીમ કોર્ટે ભારત સહિતના લોક તાત્રિક દેશોની મદદ માગી છે.
માલદીવમાં લદાયેલી કટોકટીના પગલે ધરપકડોનો દૌર શરૂ થયો છે ત્યારે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ સહિત મુખ્ય ન્યાયાધીશ અબ્દૂલા સઇદ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અલી હમીદ અને જ્યુડિશિયલ એડમિનિસ્ટ્રેટર હસન સઇદની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમુન અબ્દુલથી અલગ થઇ ચૂકેલા સોતેલાભાઇ અને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા દેશમાં કટોકટી લગાડવા આવ્યા બાદ જ ધરપકડ કરાઇ હતી. રાષ્ટ્રપતિની નજીકના અઝિમા શકૂરે સોમવારે ટેલિવિઝન સંદેશમાં સાંજે કટોકટીનું એલાન કરેલું. માલદીવનું રાજકીય ભાવી અધ્ધરતાલ છે. સરકાર અને સુપ્રિમ કોર્ટ આમને-સામને આવી જતાં પ્રમુખ યામીને દેશમાં ૧૫ દિવસ માટે કટોકટીની જાહેરાત કરી હતી. પ્રમુખના નિર્ણયોનો વિરોધ કરતાં પ્રજા રસ્તા પર ઉતરી આવી હતી. અહીં લશ્કરી શાસન પણ લદાઈ શકે છે. પ્રમુખ યામીન દેશની સર્વોચ્ચ અદાલતને ભીંસમાં મૂકે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં ભારત અને અન્ય લોકશાહી દેશોની મદદ માગી રહેલા માલદીવના સુપ્રીમ કોર્ટનાં સાધનોનું કહેવું છે કે યામીન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અબદુલ્લા સઇદ સહિતના ન્યાયમૂર્તિ સામે ખોટા કેસ દાખલ કરીને તેમને પદભ્રષ્ટ કરી શકે છે.ન્યાયકીય વહીવટીતંત્રના વડા હસન સઇદે જણાવ્યું હતું કે તેમનાં મકાન પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે દરોડો પડી ચૂક્યો છે અને અન્ય ન્યાયમૂર્તિઓને ભીંસમાં લેવાઈ રહ્યા છે. માલે ખાતેનું ભારતીય દૂતાવાસ સંબંધિત એજન્સીઓ સાથે સંપર્ક જાળવીને આવનારી કટોકટી પર બાજનજર રાખી રહ્યું છે.સવારે સ્થિતિ ત્યારે સ્ફોટક બની રહી કે દેશના પોલીસવડા અને સુરક્ષાદળોએ કહી દીધું કે તેઓ સુપ્રીમ કોર્ટ પાસેથી નહીં પણ માલદીવના એટર્ની જનરલના આદેશનું પાલન કરશે.
માલદીવના રાષ્ટ્રપતિ અબદુલ્લા યામીને રાજકીય કેદીઓને મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે કરેલા આદેશને માનવા ઇનકાર કરી દીધો છે, સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ સામે દાખલ કરેલી રિવ્યૂ પિટિશનને અદાલતે ફગાવી દીધી હતી. સુપ્રીમે પણ સરકારને જણાવી દીધું હતુ કે સરકારે સુપ્રીમનો આદેશ માનવો જ પડશે. આ સંજોગોમાં સરકાર અને સુપ્રીમ વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે.
ચીફ જસ્ટિસે રવિવારે જણાવ્યું હતું કે તેમને અને તેમના સાથી જજ અલી હામિદ, જ્યૂડિશિયલ હસન સઇદને અજ્ઞાત લોકો તરફથી ધમકીઓ મળી રહી હોવાથી રાતનો સમય પણ કોર્ટમાં જ વિતાવશે. આ સ્થિતિ સામે આવતાં કોર્ટની સુરક્ષા માટે સૈન્ય અને પોલીસે સુપ્રીમ કોર્ટ સંકુલને ઘેરી લીધું હતું.
સાંસદ ઇવા અબ્દુલાએ જણાવ્યું હતું કે દરેક મૂળભૂત અધિકારો રદ કરવામાં આવ્યા છે. સેનાને વિશેષ પાવર આપવામાં આવ્યા છે સેનાનું સર્ચ અને ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે. જાણકારી પ્રમુખ સેનાએ સુપ્રિમ કોર્ટના દરવાજા તોડી નાખ્યા છે. આ બાજુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે માલદીવ સરકાર અને સેનાને કાયદાનું પાલન કરવાની અને લોકતંત્રનું સન્માન કરવાની અપીલ કરી છે. ભારતે લોકોને હાલ માલદીવની યાત્રા ટાળવાની સલાહ આપી.માલદીવમાં કટોકટીના હાલના ઘટના ક્રમને પગલે ભારતે ચિંતા પ્રગટ કરી છે. અને પોતાના નાગરિકોએ આગલી સૂચના સુધી હિન્દ મહાસાગરના આ દેશમાં દરેક પ્રકારની બિનજરૂરી યાત્રા ટાળવાની સૂચના આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે માલદીવમાં ભારતીય પ્રવાસીઓને સુરક્ષાની બાબતમાં સાવધાન રહેવા અને જાહેર સ્થળો પર ભેગા થવાથી બચવાનું જણાવ્યુ છે. પરામર્શમાં જણાવ્યુ છે કે માલદીવમાં વર્તન રાજનીતિક ઘટનાક્રમ અને ત્યારબાદ કાનૂન વ્યવસ્થાની સ્થિતિ સરકાર માટે ચિંતાનો વિષય એટલે ભારતીય નાગરીકોને નવી સૂરક્ષા ન મળે ત્યાં સુધી યાત્રા ટાળવાની સલાહ અપાઇ છે. માલદીવના હાલના રાજકીય સંકટની જડો ૨૦૧૨મા તત્કાલીન અને પહેલાં ચૂંટાયેલ રાષ્ટ્રપતિ મુહમ્મદ નશીદના તખ્તાપલટા સાથે જોડાયેલી છે. નાશીદના તખ્તાપલટા બાદ અબ્દુલ્લા યામીન રાષ્ટ્રપતિ બન્યા. તેમણે પકડી પકડીને પોતાના રાજકીય વિરોધીઓને નિશાન બનાવ્યા. નશીદને ૨૦૧૫મા આતંકવાદના આરોપોમાં ૧૩ વર્ષની જેલની સજા થઇ હતી પરંતુ તેઓ સારવાર કરાવા માટે બ્રિટન ગયા અને ત્યાં રાજકીય શરણ લઇ લીધુંય મુહમ્મદ નશીદને ભારતના સમર્થક મનાય છે. ગયા સપ્તાહે માલદીવની સુપ્રીમ કોર્ટ એ નશીદ સહિત ૯ રાજકારણીઓને છોડવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટ એ અબ્દુલ્લા યામીનની પાર્ટી સાથે બગાવત કરનાર ૧૨ સાંસદોને પણ છોડવાનો આદેશ આપ્યો. આ ૧૨ સાંસદોને સભ્યતા ફરીથી મળતા યામીન સરકાર લઘુમતીમાં આવી જાત અને નશીદની પાર્ટીના નેતૃત્વવાળી સંયુક્ત વિપક્ષ બહુમતીમાં આવી જાત. પરંતુ અબ્દુલ્લા યામીન એ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને માનવાનો ઇન્કાર કરી દીધો અને સેનાને સ્પષ્ટ આદેશ આપ્યા કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને નાફરમાની કરે.માલદીવની સાથે ભારતનો સદીઓ જૂનો સાંસ્કૃતિક સંબંધ છે. જો કે ૨૦૧૩મા અબ્દુલ્લા યામીનના રાષ્ટ્રપતિ બન્યા બાદથી બંને દેશોના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યાં છે. અંદાજે સવા ચાર લાખ વસતી ધરાવતો નાનકડો દેશ ભારતના દક્ષિણ-પશ્ચિમમાં આવેલો છે અને તે પોતાની ભૌગોલિક સ્થિતિના લીધે વ્યૂહાત્મક દ્રષ્ટિથી ખૂબ જ અગત્યનો છે. માલદીવ વ્યૂહાત્મ રીતે કેટલો અગત્યનો છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છે કે આટલી ઓછી વસતી ધરાવતા દેશમાં ચીન આક્રમક અંદાજમાં પૈસા લગાવી રહ્યું છે. સ્વાભાવિક છે કે ચીન ત્યાં એટલા માટે પૈસા લગાવી રહ્યું નથી કે તેના માટે કોઇ આકર્ષક બજાર નથી. ચીનની મહત્વકાંક્ષા કયાંકને કયાંક માલદીવમાં મિલિટ્રી બેઝ બનાવાની પણ છે. હાલના તાનાશાહ અબ્દુલ્લા યામીનને ચીનની નજીક મનાય છે.તાજેતરના વર્ષમાં માલદીવ ભારત કરતાં ચીન તરફ ઝૂકી રહ્યું છે. ૨૦૧૨ની સાલમાં સૈન્ય તખ્તાપલટમાં માલદીવના પહેલાં પસંદ પામેલા રાષ્ટ્રપતિ મુહમ્મદ નશીદને સત્તા પરથી બેદખલ કરી દેવાયા હતા. ત્યારબાદ ચીન એ માલદીવને પોતાના ખોળામાં બેસાડી દીધું ને આક્રમક રણનીતિ અપનાવી. ચીને એક રીતે માલદીને દેવાની જાળમાં ફસાવી લીધું છે. માલદીવ માટે કુલ આંતરરાષ્ટ્રીય દેવામાં અંદાજે બે તૃત્યાંશ હિસ્સો તો એકલા ચીનનો જ છે.હેરાન કરનાર વાત તો એ છે કે ૨૦૧૧ સુધી માલદીવમાં જે ચીનની એમ્બસી સુદ્ધાં નહોતું ત્યાં આજે હવે સ્થાનિક રાજકારણમાં પ્રભાવ દેખાડી રહ્યું છે. માલદીવ હવે ચીનના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશટિવનો હિસ્સો છે. ગયા વર્ષે ચીન અને માલદીવ એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર દસ્તાવેજ કર્યા હતા. ચીનના આ દસ્તાવેજને માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદ નશીદ એ દેશના સાર્વભૌમત્વ માટે ખતરો ગણાવ્યો હતો.માલે એરપોર્ટને બનાવાનો કોન્ટ્રાક્ટ એક ભારતીય કંપનીને મળ્યો હતો પરંતુ આ કોન્ટ્રાક્ટ રદ કરીને ચીનની એક કંપનીને આપી દેવામાં આવ્યો. તાજેતરમાં જ માલદીવના એક સરકાર સમર્થક અખબાર એ ચીનને માલદીવનો નવો બેસ્ટ ફ્રેન્ડ અને ભારતને ‘શત્રુ દેશ’ ગણાવ્યો હતો.સંકટના સમયે માલદીવની સાથે હંમેશા ઉભું રહ્યું ભારત માલદીવની સાથે ભારતનો સદીઓ જૂનો વેપાર અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. જ્યારે-જ્યારે આ દ્વિપક્ષીય દેશ પર કોઇ સંકટ આવ્યું છે તો ભારત એ કોઇપણ પ્રકારનું મોડું કર્યા વગર સૌથી પહેલાં મદદ કરી છે. ૧૯૮૮ની સાલમાં જ્યારે માલદીવમાં તખ્તાપલટની કોશિષને ભારત એ નિષ્ફળ કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તત્કાલ ભારતીય વાયુ સેનાને માલદીવની મદદનો નિર્દેશ આપ્યો. ભારતીય વાયુસેનાના ઓપરેશનમાં તમામ વિદ્રોહી કાં તો ઠાક કરાયા અથવા તો ફરીથી ધરપકડ કરાઇ. ભારતની આ કાર્યવાહીના આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ થયા. ભારતીય વાયુસેનાના આ અભિયાનને ‘ઓપરેશન કૈક્ટસ’ નામથી ઓળખાય છે.આવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૪મા વોટર સપ્લાય કંપનીના જનરેટર કંટ્રોલ પેનલમાં ભીષણ આગ લાગી હતી. તેના લીધે આખા દેશમાં પેયજળનું સંકટ ઉભું થયું હતું. ત્યારે ભારત સરકારે ‘ઓપરેશન નીર’ અંતર્ગત હજારો ટન પાણી માલે એરપોર્ટ પહોંચાડ્યું હતું.

Related posts

आम नागरिक पुलिस की विकृत मानसिकता की मजाक के लिये बने है क्या…?

aapnugujarat

राष्ट्रपति बोले तो अच्छा लेकिन…?

aapnugujarat

GOOD MORNING

aapnugujarat

Leave a Comment

UA-96247877-1