Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં ભરશિયાળે પાણીનો કકળાટ

સ્માર્ટ સિટી વડોદરા મહાનગર સેવાસદન શહેરીજનોને નિયમ પ્રમાણે પીવા માટે વ્યક્તિ દીઠ દૈનિક ૨૦થી ૩૦ લિટર અને વપરાશ માટે ૧૫૦ લિટર પાણી આપવામાં નિષ્ફળ પુરવાર થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભરશિયાળે ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે.
કોર્પોેરેશન ૫૫ મિનિટ પાણી આપવાને બદલે માંડ ૧૫થી ૨૦ મિનિટ પાણી પૂરું પાડે છે. કોર્પોેરેશન દ્વારા ગેરકાયદે પાણીના જોડાણો કાપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ૪૫૦ જેટલા જોડાણો કાપીને સંતોષ માન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો પાણીનો પ્રશ્ર્‌ન હલ કરવા ગેરકાયદે જોડાણો પણ જોડી રહ્યા છે. જ્યારે અમુક વિસ્તારમાં લોકો ટેન્કરો દ્વારા પાણી મંગાવી રહ્યા છે. વડોદરા મહાનગર સેવા સદનના પાણી પુરવઠા વિભાગના અધિકારી અલ્પેશ મજમુદારે જણાવ્યું હતું કે, શહેરમાં પ્રતિદિન ૫૦૦ મિલિયન લિટર પાણીની માંગ છે. કોર્પોેરેશન દ્વારા ખાનપુર, મહિસાગર અને આજવા સરોવર દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ હોવાથી આજવા સરોવરમાં પાણીનું લેવલ ઓછું છે. શહેરના ૧૫થી ૨૦ ટકા વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાની ફરિયાદો છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલે જણાવ્યું કે, શહેરીજનોને પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી મળવું જોઇએ. જે વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી મળે છે, તે વિસ્તારમાં ત્વરીત કામગીરી કરવામાં આવે છે. દરમિયાન આગામી દિવસોમાં શહેરીજનોને પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી મળે તે માટે નક્કર આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related posts

વડોદરામાં કાર તળાવમાં ખાબકતા બેના મોત

aapnugujarat

તમામ મિઠાઈના વેપારીઓ હેલ્થ વિભાગના સ્કેનર હેઠળ

aapnugujarat

બોલો..ઉર્જા મંત્રીની હાજરીમાં જ ધોળા દિવસે લાઇટ ચાલુ રાખી ઉર્જાનો વ્યય કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1