Aapnu Gujarat
ગુજરાત

તમામ મિઠાઈના વેપારીઓ હેલ્થ વિભાગના સ્કેનર હેઠળ

આ સપ્તાહથી દિવાળીના પાંચ દિવસના પર્વનો આરંભ થઈ રહ્યો છે.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરના સો જેટલા જાણીતા મિઠાઈના વેપારીઓને સ્કેનર હેઠળ મુકવામાં આવ્યા છે.આ તમામ ઉપર આવતીકાલ સોમવારથી મ્યુનિસિપલ હેલ્થ સ્કવોર્ડ દ્વારા ચાંપતી નજર રાખવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,આવતીકાલ વાધ બારસથી દિવાળીના પાંચ દિવસના પર્વનો આરંભ થઈ રહ્યો છે.આ અગાઉ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મિઠાઈના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગને સતત ચાંપતી નજર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામા આવ્યોે છે.એક વિગત મુજબ,અમદાવાદ શહેરમા દર વર્ષે છેલ્લા એક સપ્તાહની અંદર મિઠાઈનું વેચાણ વધી જતુ હોય છે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા શહેરના નાના કે મોટા તમામ વેપારીઓ તત્પર રહેતા હોઈ ઘણા વેપારીઓ તેમની પાસે રહેલી જુની મિઠાઈને નવી મિઠાઈ સાથે ભેળવી દઈને પણ વેચતા હોય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીના અધિકારી અતુલ સોનીનુ આ અંગે કહેવુ છે કે,દરેકે આ દિવસોમાં દુધ,માવાની મિઠાઈ ઉપરાંત ચાંદીના વરખ સાથે વેચવામા આવી રહેલી મિઠાઈ બાબતમા પણ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.કેમકે મિઠાઈમાં ભેળસેળના કિસ્સાઓ દર વર્ષે દિવાળી અને દિવાળી બાદ નવા વર્ષના દિવસોમા સામે આવતા હોય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આ વર્ષે ખાસ વ્યૂહ રચના તૈયાર કરવામા આવી છે જેને લઈને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સો જેટલા જાણીતા વેપારીઓ ખાસ સ્કેનર હેઠળ મુકવામા આવ્યા છે જેમના વેચાણ કેન્દ્રોની આસપાસ હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડના કર્મચારીઓને મુકવામા આવ્યા છે જે દરેક પળે સતત ચાંપતી નજર રાખશે.અતુલ સોનીના કહેવા પ્રમાણે આ દિવસોમા લોટ અને ઘી તેમજ તેલમા પણ ભેળસેળ કરી વિવિધ ચીજો તૈયાર કરવામા આવતી હોય છે.ખાસ કરીને મેંદાના અને ચણાના લોટમા ભેળસેળ કરવામા આવતી હોય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના આ દિવસોમા લોકોને કયાંય પણ આ પ્રકારની ભેળસેળ માલુમ પડે તો હેલ્પલાઈન નંબર ઉપર જાણ કરવા પણ કહેવામા આવ્યુ છે.

Related posts

કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર શક્તિપીઠ બહુચરાજીના દર્શનાર્થે

editor

सिविल अस्पताल में मेडिकल स्टाप की कमी

editor

યુ.કે. વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં પાર્ટનર દેશ નહીં બને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1