Aapnu Gujarat
ગુજરાત

વિવિધ વિસ્તારોથી રોજ ૭૦થી ૮૦ ઢોર પકડાય છે : અહેવાલ

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામા આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ ૭૦ થી ૮૦ જેટલા રખડતા ઢોર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડતા હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવો કરવામા આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમા છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન એક મોટી સમસ્યા બની ગયો છે.બીજી તરફ આ મામલે ગુજરાત હાઈકોર્ટમા પણ પીટીશન મામલે હાલ સુનવણી ચાલી રહી છે હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર ઉપરાંત પોલીસ કમિશનરને શહેરમા રખડતા ઢોરને પકડવા મામલે કડક કાર્યવાહી કરવા આદેશ આપેલા છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગના જયંત કાચાની મળેલી પ્રતિક્રીયા અનુસાર,અમદાવાદ શહેરમા અગાઉ રોજ ૫૦ થી ૬૦ જેટલા ઢોર પકડવામા આવતા હતા ઓગસ્ટ-૨૦૧૭થી વિભાગની સ્ટ્રેન્થમા સતત વધારો કરીને રોજ ૭૦ થી ૮૦ ઢોર પકડવામા આવી રહ્યા છે.આ ઉપરાંત રખડતા ઢોર મામલે આઈપીસીની કલમ હેઠળ કેસ પણ કરવામા આવી રહ્યા છે.તેમના કહેવા પ્રમાણે ઓગસ્ટ-૨૦૧૭થી અત્યાર સુધીમા કુલ મળીને ૩,૮૦૬ જેટલા રખડતા ઢોર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડી લેવામા આવ્યા છે.અમદાવાદ શહેરમા રખડતા ઢોર મામલે મ્યુનિસિપલ તંત્રની ઢીલી નિતી બાદ શુક્રવારના રોજ હાઈકોર્ટ સમક્ષ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદને હાજર રહેવાની નોબત આવી હતી.દરમિયાન અમદાવાદ શહેરમાંથી રખડતા ઢોરને પકડવાની ઝુંબેશને વધુ વેગીલી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા શુક્રવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનનના ઈ.શી.વિભાગમા મજુર તરીકે ફરજ બજાવતા ૨૦ જેટલા મજુરોને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ઠોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગમા ફરજ બજાવવાના આદેશ કર્યા છે.આમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામા આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરને પણ ઢોર ત્રાસ અંકુશ વિભાગમા પણ વધુ મજુરોને ફરજ ઉપર મુકવાની ફરજ પડી છે.

Related posts

દેશમાં વાજપેયીજીની પુષ્પાજંલિ સભાનું આયોજન

aapnugujarat

રૂપાણી સરકારને ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો

editor

गौण सेवा की परीक्षा रद्द किए जाने पर कांग्रेस का हल्लाबोल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1