Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મ્યુનિમાં બેદરકારી બાદ સાત ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની નિમણૂંક

અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે સ્વાઈનફલૂ સહિતના અન્ય રોગના કેસોને લઈને રોગચાળો બેકાબૂ બનતા જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરો દ્વારા દાખવવામા આવેલી બેદરકારીથી નાખુશ એવા મ્યુનિસિપલ કમિશનરે સાત જેટલા ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની નિમણૂંક કરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમા આ વર્ષે જુલાઈ માસમા ૩૪ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો.એ પછી ઓગસ્ટ માસની શરૂઆતથી જ અમદાવાદ શહેરમા રોજ સ્વાઈનફલૂના સરેરાશ ૭૦ થી ૮૦ જેટલા કેસ નોંધાતા હતા આ સાથે જ રોજ ચારથી પાંચ મરણ પણ થતા હતા.આ પરિસ્થિતિમા પણ અમદાવાદના છ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરો દ્વારા જે પ્રકારે રોગચાળાની પરિસ્થિતિને નિયંત્રણમા લેવા માટે કાર્યવાહી થવી જોઈએ એ કરવામા આવી ન હતી.આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સુધી જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરો લેવામા આવતા ફૂડ સેમ્પલોના કેસમા વ્યાપક સ્તરે આર્થિક વહીવટ કરવામા ગળાડૂબ હોવાની અનેક ફરિયાદો પહોંચવા પામી હતી.જેને પગલે શુક્રવારના રોજ તેમણે સાત જેટલા આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસરોની ખાસ નિમણૂંક કરતા ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની સત્તા ઉપર અંકુશ મુકાઈ ગયો છે.આ તમામ ડાયરેકટર સોલીડ વેસ્ટની સુચના મુજબ કામ કરશે.તેમણે સેનેટરી સબઈન્સપેકટર,સેનેટરી ઈન્સપેકટર,પબ્લિક હેલ્થ સુપરવાઈઝર અને સેનીટેશન સુપ્રિટેન્ડન્ટ કક્ષાના કર્મચારીઓની કામગીરીનું સુપરવિઝન કરવાનુ રહેશે.આ ઉપરાંત હેલ્થ વિભાગના ઝોનના રોજબરોજના બીલોની કામગીરી,એસ્ટાબ્લીશમેન્ટની કામગીરી,ફુડ લાયસન્સ ઈશ્યુ કરવાની રહેશે.આમ ઘણા લાંબા સમય બાદ કરવામા આવેલી આ નવી નિમણૂંકોને પગલે જે તે ઝોનમા ડેપ્યુટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓની સત્તા ઉપર સીધો કાપ આવી ગયો છે.
ઉપરાંત રમેશ પારગીને ઉત્તરઝોન વહીવટ, સ્કૂલ બોર્ડ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ મધ્યસ્થ સંકલન, દિપક નાયકને સેન્ટ્રલ સ્ટોર્સ, હેરીટેજ, મ્યુઝીયમ, સંસ્કાર કેન્દ્ર, ઉપરાંત મધ્યઝોન, સારંગ મોદીને ડેન્ટલ કોલેજ ઉપરાંત દક્ષિણઝોન, હિમાંશુ ત્રિવેદીને આઈ.આર.ઉપરાંત પશ્ચિમઝોન, દેવેન ભટ્ટને નોન ટેકસ રેવન્યુ ઉપરાંત નવા પશ્ચિમ ઝોન, હિમાંશુ પટેલને ટેકસ નવા પશ્ચિમ ઝોન ઉપરાંત પૂર્વ ઝોન,અને કલ્પેશ કોરડીયાને વા.સા. હોસ્પિટલ ઉપરાંત ઉત્તરઝોનમા આસીસ્ટન્ટ ડાયરેકટર હેલ્થ તરીકે ફરજ બજાવવાની રહેશે.

Related posts

કુબેરનગરમાં ૫૦ લાખની ચોરી

editor

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બાલ સેવા કેન્દ્ર ખાતે બાળ દિનની ઉજવણી કરાઇ

aapnugujarat

દલપત વેગડાએ બાબાસાહેબ આંબેડકર ભવનનાં નિર્માણ માટે ૫૧ લાખ આપવાની જાહેરાત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1