Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડેરાની તપાસ દરમિયાન પોલીસે ૨ લેપટોપ જપ્ત કર્યાં : એક હનીપ્રીતનું હોવાની આશંકા

સિરસા પોલીસને ડેરા સચ્ચા સોદા પરિસરની તપાસ દરમિયાન બે લેપટોપ મળી આવ્યા છે. જેને હરિયાણાની ફોરેન્સિક પ્રયોગશાળા મધુબન, કરનાલને મોકલી દીધા છે.ડેરાથી જપ્ત કરાયેલા બંને લેપટોપમાંથી મોટાભાગની ફાઈલો ડિલીટ કરી દેવાઈ છે.  આઈટી એક્સપર્ટની ટીમ આ ફાઈલોને રિકવર કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
રિકવરીની પ્રારંભિક પ્રક્રિયા દરમિયાન જે ફાઈલો મળી છે તેમાં વધારે રામ રહિમની કંપનીઓ સાથે સંબંધિત છે. અત્યાર સુધી કુલ ૭ કંપનીઓ સાથે જોડાયેલા દસ્તાવેજ મળ્યા છે.આમાં એક કંપની રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે જોડાયેલી છે. આ કંપનીનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં દેખાડવામાં આવ્યો છે. ડેરાના ઘણા રૂપિયા રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી કંપનીઓમાં લાગેલા હતો.આ બંને લેપટોપમાંથી એક લેપટોપ હનીપ્રીતનું હોઈ શકે છે. હનીપ્રીતે પોલીસને જણાવ્યું છે કે તેણે ૨૬ ઓગસ્ટે પોતાનું લેપટોપ, ડાયરી અને મોબાઈલ ડેરા સચ્ચા સોદાના ચેરપર્સન વિપશ્યના ઈન્સાને સોંપી દીધો હતો. વિપશ્યનાએ હનીપ્રીતનો મોબાઈલ પોલીસને સોંપી દીધો છે.

Related posts

બઢતીમાં અનામત : બેંચનો ચુકાદો અનામત રહ્યો

aapnugujarat

अलग-अलग मुठभेड़ों में इस वर्ष 93 आतंकवादियों का सफाया किया गया : गृह राज्यमंत्री जी किशन रेड्डी

aapnugujarat

રેલ મંત્રાલય દ્વારા સ્ટેશન પર બાર કોડેડ ફ્લેગ ગેટ સ્થાપિત કરવા હિલચાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1