Aapnu Gujarat
રાષ્ટ્રીય

તિરુમાલા મંદિરના ૨૪૩ વાળંદોને કામમાંથી બરતરફ કરાયા

તિરુમાલા મંદિરનો વહીવટ કરનાર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટએ શ્રધ્ધાળુઓ પાસેથી કથિત રીતે ટિપ (પૈસા) લેનારા ૨૪૩ વાળંદને નોકરીમાંથી હાંકી કઢાયા છે.આ સંબંધે મંદિરના આરોપીઓ દ્વારા નોટીસ આપીને વાળંદને બરતરફ કરી દેવાયા છે.બરતરફ કરાયેલા લોકોને પુનસ્થાપિત કરવાની માંગણી કરવામાં આવી છે અને આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિર નજીક વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
બરતરફ કરાયેલા લોકોને મંદિર ટ્રસ્ટના વહીવટી કાર્યાલય સામે પ્રદર્શન કરાયું. તેમણે માંગણી કરી છે કે માનવતાની દ્રષ્ટીએ તેમને પુનસ્થાપિત કરવામાં આવે, કેમ કે આવી રીતે બરતરફથી તેઓ પોતાની આજીવિકાથી વંચિત થઈ ગયા છે. મંદિર ટ્રસ્ટે ઓછામાં ઓછા ૯૪૩ વાળંદને ભરતી કરાયા હતા. જેમાં વધારે કરાર આધારિત છે. આ બધાં કલ્યાણ કટ્ટામાં શિફ્ટના હિસાબથી કામ કરે છે. આ મંદિરની નજીક વાળ કાપવાનો વિશાળ પરિસર છે.જોકે મંદિરના નિયમ અનુસાર મુંડન નિઃ શુલ્ક કરવામાં આવે છે, પરંતુ મંદિર ટ્રસ્ટના શ્રધ્ધાળુઓને ફરિયાદ મળી હતી કે કેટલાય વાળંદોને મુંડન કરવાની આડમાં ૧૦થી ૫૦ રૂપિયા સુધીની ટિપની માંગણી કરી હતી.

Related posts

કોલકાતાની શેરીઓમાં પોલીસ-ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ

aapnugujarat

દેશ છોડતાં પહેલાં હું જેટલીને મળ્યો હતો : માલ્યા

aapnugujarat

शेड्यूल्ड ट्राइब्स कोटे के तहत महाराष्ट्र में ११७०० सरकारी कर्मियों पर लटकी तलवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1