Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશ છોડતાં પહેલાં હું જેટલીને મળ્યો હતો : માલ્યા

ભારતમાં કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં મની લોન્ડરિંગના આરોપી વિજય માલ્યા ભારત સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ભારત સરકારે આ ભાગેડૂ જાહેર કરાયેલા ઉદ્યોગપતિના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટમાં કેસ કર્યો છે. માલ્યાએ કહ્યું છે કે એણે કર્ણાટકની હાઈ કોર્ટ સમક્ષ સમાધાનની મોટી ઓફર મૂકી હતી જેનાથી લોનની રકમની ચૂકવણી કરવામાં ઘણી મદદ મળી શકી હોત.
લંડન કોર્ટની બહાર બોલતા માલ્યાએ કહ્યું હતું કે, મેં દેશ છોડ્યા પહેલા “મેં દેશ છોડ્યા પહેલાં નાણા મંત્રીને મળ્યા હતા અને મારા પ્રત્યાર્પણની ઓફરને વારંવાર કરી હતી.” માર્ચ ૨૦૧૬ માં માલ્યા ભારત છોડી ગયા ત્યારે અરુણ જેટલી નાણાં પ્રધાન હતા. તેઓ હાલના નાણાપ્રધાન પણ છે.
માલ્યા પ્રત્યાર્પણ કેસમાં સુનાવણી માટે આજે અત્રેના વેસ્ટમિન્સ્ટર ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાના વકીલો સાથે આવી પહોંચ્યો હતો. સુનાવણી વખતે ભારતીય સત્તાવાળાઓએ મેજિસ્ટ્રેટને જેલની એ કોટડીનો વિડિયો દર્શાવ્યો હતો જે માલ્યાને પૂરવા માટે તૈયાર કરવામાં આવી છે. કિંગફિશર એરલાઈન્સનો ૬૨ વર્ષીય ભૂતપૂર્વ માલિક માલ્યા ગયા વર્ષના એપ્રિલમાં એની ધરપકડ કરાઈ ત્યારથી એક્સ્ટ્રાડિશન વોરંટ પર જામીન પર છૂટ્યો છે.
માલ્યા પર આરોપ છે કે એણે ભારતની બેન્કો પાસેથી રૂ. ૯૦૦૦ કરોડ જેટલી રકમની લોન લીધી હતી, પણ એ પાછી ચૂકવી નથી. આમ, એની પર છેતરપીંડી તથા મની લોન્ડરિંગના આરોપ મૂકાયા છે.
માલ્યાનો દાવો છે કે એણે અને એની યુનાઈટેડ બ્રુવરિઝ ગ્રુપ કંપનીએ કર્ણાટક હાઈકોર્ટમાં ૨૦૧૮ની ૨૨ જૂને અરજી નોંધાવી હતી અને આશરે રૂ. ૧૩,૯૦૦ કરોડની કિંમતની પોતાની સંપત્તિ લોન ભરપાઈ કરવા માટે ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું. માલ્યાના પ્રત્યાર્પણ કેસ પરની કાર્યવાહી ગયા વર્ષની ૪ ડિસેંબરથી લંડનની કોર્ટમાં શરૂ થઈ હતી.

Related posts

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

aapnugujarat

લોકસભા ચૂંટણીમાં સપા સાથે જોડાણ રહેશે : માયા

aapnugujarat

કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ તાજ મહેલના દિદાર કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1