Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીએ શાસનની ૩ લાખ કરોડની એનપીએ વધી એનડીએમાં ૧૨ લાખ કરોડ કેવી રીતે થઈઃ સૂરજેવાલા

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે બેંકોની એનપીએ વધવા માટે યુપીએ સરકાર જવાબદાર છે. રાજનના આ નિવેદન બાદ ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી હતી. પરંતુ તેની પર પલટવાર કરતા કોંગ્રેસે પ્રશ્ન કર્યો છે કે યુપીએ શાસન વખતે લગભગ ૩ લાખ કરોડ રૂપિયાની એનપીએ આખરે એનડીએ વખતે ૧૨ લાખ રૂપિયા સુધી કેવીરીતે પહોંચી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વધતી નૉન પરફોર્મિગ એસેટને (એનપીએ) લઈને સંસદની એક સમિતિને મોકલેલા પોતાના જવાબમાં પૂર્વ યુપીએ સરકારને ઉભી કરી દીધી છે. વરિષ્ઠ ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીની આગેવાનીવાળી સંસદની અંદાજ સમિતિએ રાજનને એનપીએના મુદ્દા પર માહિતી આપવાનુ કહ્યુ હતું.
ભાજપે આ અવસરનો લાભ લઈ મંગળવારે કરેલી એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રઘુરામ રાજનના નિવેદનથી સ્પષ્ટપૂર્વક પુરવાર થાય છે કે વધતી એનપીએ માટે કોંગ્રેસ જવાબદરા છે. કોંગ્રેસે વધતી એનપીએ મુદ્દે પલટવાર કરતા કહ્યું કે યુપીએ શાસન વખતે ૨૦૧૪માં બેંકોની કુલ એનપીએ ૨.૮૩ લાખ કરોડ રૂપિયા હતી. પરંતુ આજે અહીં ૧૨ લાખ કરોડ રૂપિયા કેવીરીતે પહોંચી?
કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું, હું આ વાતનો સ્વીકાર કરુ છું કે વર્ષ ૨૦૧૪માં ૨.૮૩ લાખ કરોડ રૂપિયાની એનપીએ માટે જવાબદાર છે. પરંતુ બાકી ૯.૧૭ લાખ કરોડ રૂપિયાની એનપીએ માટે શું મોદી સરકાર જવાબદારી લેશે?
રઘુરામ રાજને યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું, ‘ઘણી માત્રામાં ફસાયેલા (બેડલોન) વર્ષ ૨૦૦૬-૨૦૦૮ દરમ્યાન વધ્યા. જ્યારે આર્થિક સ્થિત ઘણી મજબૂત થતી હતી. આમ સારો સંપર્ક રાખનારા પ્રમોટર્સને વધારે લોન આપવામાં આવી હતી, જેનો ડિફોલ્ટ કરવાનો ઈતિહાસ રહ્યો છે.

Related posts

ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લોકસભામાં પાસ :

aapnugujarat

सिंघु और टीकरी बॉर्डर पर तैनात किया गया भारी सुरक्षा बल

editor

લાલચોકમાં ત્રિરંગો ફરકાવવા ગયેલા શિવસૈનિકોની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1