Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીમાં સપા સાથે જોડાણ રહેશે : માયા

ઉત્તરપ્રદેશમાં વિપ૭ી એકતાને પ્રોત્સાહન મળે તેવી એક ઘટનામાં બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ આજે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન યથાવત રહેશે. આ સંબંધમાં વિધિવત જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવી શકે છે. એક વખતે બેઠકોની વહેચણી મામલે સમજુતી થઇ ગયા બાદ નિર્ણય કરવામાં આવનાર છે. આ વખતે લોકસભાની ચૂંટણી ખુબ નજીકની સ્પર્ધા રહી શકે છે. માયાવતીએ કહ્યુ છે કે લોકો પહેલા જ સપા અને બસપાના ગઠબંધનને ઓળખે છે જેથી આ ગઠબંધનને જાળવી રાખવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી દરમિયાન સપા અને બસપાની સંયુક્ત મત હિસ્સેદારી ૪૧.૮ ટકા રહી હતી. જ્યારે ભાજપ અને તેના સાથી પક્ષ અપના દળને ૪૩.૩ ટકા મત હિસ્સેદારી મળી હતી. ભાજપ ગઠબંધને ૮૦ પૈકી ૭૩ સીટ જીતી જોરદાર સપાટો બોલાવ્યો હતો. સપા અને બહુજન સમાજ પાર્ટીએ અલગ રીતે ચૂંટણી લડી હતી. સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી હતી. બહુજન સમાજવાદી પાર્ટીને તો કોઇ સીટ મળી ન હતી. કોંગ્રેસને માત્ર બે સીટ મળી હતી. તેની મત હિસ્સેદારી ૭.૫ ટકા રહી હતી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી આ વખતે સાથે મેદાનમાં ઉતરી જવા માટે તૈયાર છે. હાલમાં પેટાચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી. ગોરખપુર અને ફુલપુર લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી. જ્યારે સપા-બસપના ગઠબંધનની જીત થઇ હતી. હવે નવા સમાકીરણના સંકેતો દેખાઇ રહ્યા છે. માયાવતી અને અખિલેશ નવી નીતિ પર કામ કરી રહ્યા છે.

Related posts

અનંતનાગમાં છ ત્રાસવાદીઓ ઠાર કરાયા

aapnugujarat

PM इंदिरा गांधी का किरदार निभाएंगी कंगना रनौत

editor

પુખ્તવયની બે વ્યક્તિ લગ્ન કરી શકે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1