Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિધ્ધુને સુપ્રીમનો ફટકો, રોડ રેજ કેસ ફરી ખુલ્યો

પંજાબના પટિયાલા ખાતે ૩૦ વર્ષ પહેલાં બનેલા રોડ રેજ કેસમાં પંજાબના મંત્રી નવજોત સિંહ સિધ્ધુને સુપ્રીમ કોર્ટે ફટકો આપ્યો છે. કોર્ટે આ મામલે ફરીથી તપાસના આદેશ કરીને નવજોત સિંહ સિધ્ધુની સજા અંગે અટકણો ઉભી કરી છે.  આ મામલામાં ફરિયાદીની નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેન્ચે નવજોત સિંહ સિધ્ધુની સજા અંગે પુનઃવિચાર કરવાનો નિર્ણય લીધો હતો જે અંગે કોર્ટે સિધ્ધુને નોટિસ પણ આપી હતી. આ પહેલાં ૧૫મી મેના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલામેશ્વરની બેન્ચે સિધ્ધુને એક હજારનો દંડ ફટકારતા જણાવ્યું હતું કે ગુરનામ સિંહની મોત માટે સિધ્ધુને દોષી કરાર કરવા યોગ્ય નથી. આ મામલો ૩૦ વર્ષ પહેલાંનો છે. સિધ્ધુની ગુરનામ સિંહ સાથે કોઇ પણ પ્રકારની દુશ્મનાવટના પુરાવા નથી મળ્યા અને આ ઘટનામાં કોઇ પણ હથિયારનો ઉપયોગ જણાયો નથી જેના આધાર પર એક હજાર રૂપિયાનો દંડ ન્યાય માટે યોગ્ય રહેશે.

Related posts

૨૦૧૯માં ભાજપ જીતશે તો રામને બદલે મોદીના મંદિરો બંધાશે : તેજસ્વી

aapnugujarat

રાષ્ટ્રપતિ ચૂંટણી : નરેન્દ્ર મોદી એનડીએના સાંસદોને સંબોધશે

aapnugujarat

५ हजार करोड़ के घोटाले में गगन धवन आखिर गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1