Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ચૂંટણી : નરેન્દ્ર મોદી એનડીએના સાંસદોને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્‌પતિની ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા એટલે કે ૧૬મી જુલાઇના દિવસે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના સાંસદોની બેઠકને સંબોધશે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ પણ આ બેઠકમાં હાજરી આપશે. ભાજપના નજીકના સુત્રોએ આ અંગેની માહિતી આજે આપી હતી. કોવિંદ જુદા જુદા રાજ્યોમાં પ્રવાસ કરીને સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરી ચુક્યા છે. રાષ્ટ્રપતિ પદની દાવેદારીને ટેકો આપી રહેલા સાંસદો અને ધારાસભ્યોને મળી ચુક્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા એનડીએ સાંસદ સાથે કોવિંદ પણ વાતચીત કરનાર છે. સંસદનું મોનસુન સત્ર ૧૭મી જુલાઈના દિવસથી શરૂ થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે જ સંસદનું સત્ર શરૂ થઇ રહ્યું છે. બંને ગૃહને પ્રથમ દિવસે જ વર્તમાન સભ્યોના અવસાનના કારણે શ્રદ્ધાંજલિ બાદ મોકૂફ કરી દેવામાં આવશે. ભાજપ સંસદીય પાર્ટીની કારોબારીની બેઠક ૧૬મી જુલાઈના દિવસે મળનાર છે. એનડીએ નેતાઓની ત્યારબાદ બેઠક યોજાશે. સુત્રોએ કહ્યું છ ેકે, સર્વપક્ષીય બેઠક એજ દિવસે યોજવામાં આવશે. મધ્યપ્રદેશમાં રહેલા કોવિંદ આવતીકાલે છત્તીસગઢ જશે. તેમની સાથે નાણામંત્રી અરુણ જેટલી અને ભાજપના જનરલ સેક્રેટરી અરુણ સિંહ પણ રહેશે. તેઓ ૧૧મી જુલાઈના દિવસે ગુજરાત આવશે. તે દિવસે તેમની સાથે ભાજપના પ્રમુખ અમિત શાહ રહેશે. તેમની સાથે ભાજપના જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર યાદવ પણ રહેશે. ૧૨મી જુલાઈના દિવસે કોવિંદ ઝારખંડ જશે. ૧૩મી જુલાઈના દિવસે હિમાચલ અને રાજસ્થાન જશે. ભાજપના સુત્રોનું કહેવું છે કે, કોવિંદ વિપક્ષના ઉમેદવાર મીરાકુમાર સામે તેમની સ્પર્ધામાં બે તૃતીયાંશથી વધુ મત મેળવી લેશે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતી જશે. ટોચના બંધારણીય હોદ્દા માટેની ચૂંટણી લઇને દેશમાં રાજકીય ગરમી છે. ૧૬મી જુલાઈના દિવસે મળનારી બેઠકને લઇને ભાજપના સાંસદો અને સભ્યોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. કારણ કે વડાપ્રધાન મોદી સંબોધન કરનાર છે.

Related posts

सफल नोटबंदी से रेवेन्यु में होगा इजाफा : विश्व बैंक

aapnugujarat

14 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે ફ્રાંસ

aapnugujarat

जवानों को मिली 40 हजार बुलेटप्रूफ जैकेट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1