પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી જુલાઈએ પેરિસમાં થનારી બેસ્ટાઈલ ડે પરેડમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતીય સશ્સ્ત્ર દળની એક વિશેષ ટુકડી પણ ફ્રાંસીસી સમકક્ષો સાથે પરેડમાં ભાગ લેશે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ભારત ફ્રાંસની રણનીતિની 25મી વર્ષગાઠના અવસર પર પ્રધાનમંત્રી બેસ્ટાઈલ પરેડમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. આ માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોંને આપેલા આમંત્રણનો સ્વિકાર કરવામાં આવ્યો છે. આ દિવસ ફ્રાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેન બેસ્ટાઈલ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ વર્ષની દર 14મી જુલાઈએ ઉજવવામાં આવે છે.
વિદેશમંત્રાલયે કહ્યું, પ્રધાનમંત્રી મોદીની આ યાત્રા, રણનીતિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, એકેડ્મીક અને આર્થિક સહયોગ સહિત ઉપયોગ એક વિસ્તૃત શ્રૃખલા માટે નવી અને મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારીત કરવા ભારત અને ફ્રાંસની રણનીતિક ભાગીદારીને ઉંચા સ્તર પર લઈ જશે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, ભારત અને ફ્રાંસનું શાંતિ અને સુરક્ષા પર એક સરખુ દ્રષ્ટ્રિકોણ છે. બંને દેશના સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના ઉદેશ્યો અને તેના સિદ્ધાંતોને લઈને સરખા દ્રષ્ટીકોણ રાખે છે, જે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં તેમના સહયોગનો આધાર રાખે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આ એક ઐતિહાસિક યાત્રા જળવાયુ પરિવર્તન, જીવ વિવિધતાના નુકસાન અને સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ સહિત આ સમયના પ્રમુખ પ્રશ્નના જવાબ માટે પહેલ પણ કરશે. આ ભારત અને ફ્રાંસ માટે ભારતની જી-20 અધ્યક્ષતાના સંદર્ભ સહિત બહુપક્ષવાદ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટી કરવા માટે એક અવસર પણ હશે. ફ્રાંસે આ વર્ષના માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી મોદીને જુલાઈમાં વાર્ષિક બેસ્ટાઈલ ડે પરેડમાં અતિથિ રુપમાં પેરિસ આવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ આમંત્રણનો સ્વિકાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી 14મી જુલાઈએ ફ્રાંસ જશે