Aapnu Gujarat
રાષ્ટ્રીય

શરદ પવાર જ રહેશે NCPના અધ્યક્ષ

2 મે, 2023ના રોજ એક કાર્યક્રમમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી શરદ પવારે રાજીનામુ આપવાની ઘોષણા કરી હતી. શરદ પવારે રાજીનામુ આપતા NCPના દિગ્ગજ નેતા અને કાર્યકરો નિરાશ જોવા મળ્યા હતા અને ત્યારબાદ ધડાધડ રાજીનામા પડવા લાગ્યા હતા. નેતાઓ અને કાર્યકરોની માગ હતી કે, NCPના અધ્યક્ષ પદે માત્ર શરદ પવાર જ રહેવા જોઈએ. જ્યારે આજે એટલે કે, 5 મે, 2023ના રોજ NCPની કમેટીએ શરદ પવારનું રાજીનામુ નામંજૂર કર્યું છે. 18 સદસ્યો વાળી કમેટીએ શરદ પવારનું રાજીનામું નામંજૂર કર્યું છે. મિટિંગ દરમિયાન NCPની કમિટિ કહ્યુ હતુ કે, સક્રિય રાજનીતિમાં રહેતા શરદ પવાર જ પાર્ટીના અધ્યક્ષ રહેશે. આ અંગે શુક્રવારે સાંજે શરદ પવારે વાય.બી.ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કોંફરન્સ કરી હતી અને પોતાના રાજીનામાને પરત લેવાની ઘોષણા કરી હતી.

આ પ્રસંગે શરદ પવારે કહ્યું હતું કે, 2 મે, 2023સે મારી આત્મકથા પુસ્તક લોક ભૂલભૂલૈયા સંગતિના વિમોચનના પ્રસંગે મેં રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવાની ઘોષણા કરી હતી. સેવા નિવૃત થવાના પોતાના નિર્ણયની મેં ઘોષણા કરી હતી.સાર્વજનિક જીવનમાં 63 વર્ષની લાંબી સેવા બાદ પદ છોડવાનો નિર્ણય લીધો હતો.

મારા આ નિર્ણયને કારણે પાર્ટીના કાર્યકર્તા, પદાધિકારી અને મારા સહયોગીઓ નારાજ થયા હતા. મારા દરેક શુભચિંતકોએનો એક જ સૂર હતો કે, હું મારા નિર્ણય પર પુન: વિચાર કરુ. આ સમયે વિભન્ન રાજનીતિક દળના નેતા, મારા સહયોગીઓ અને પૂરા દેશના અને વિશેષ મહારાષ્ટ્રના શુભચિંતકોએ મને મારા નિર્ણય બદલવા માટે રાજી કરી દીધો હતો.

વિપક્ષીદળોની એક્તા માટે મારી હાજરી જરૂરી
પવારે વધુમાં કહ્યું, દરેક દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાને રાખીને અને સમિતિના નિર્ણયને સન્માન કરતા હું મારુ રાજીનામુ પરત ખેંચુ છું. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, પરંતુ મને લાગે છે કે પાર્ટીમાં નવા નેતૃત્વનું નિર્માણ થવુ જોઈએ અને તે માટે હું કામ કરીશ. રાહુલ ગાંધી, સીતારામ યેચુરી સહિતના વિપક્ષી દળના નેતાઓએ કહ્યું છે કે, વિપક્ષીદળની એકતા માટે મારી હાજરી મહત્વની છે.

પ્રેસ કોન્ફરન્સમાં અજીત પવાર હાજર ન હતા
અજીત પવાર પ્રેસ કોન્ફરન્સમાં હાજર ન હોવાના પ્રશ્ન અંગે શરદ પવારે જણાવ્યુ હતુ કે, દરેક લોકો હાજર હોય તે જરૂર નથી. પાર્ટીના સીનિયર નેતા અજીત પવાર સહિત પાર્ટીના દરેક વરિષ્ઠ નેતાઓએ આ પ્રસ્તાવ પારીત કર્યો છે. મેં મારા સાથીદારોને વિશ્વાસમાં લીધા નહતા. કારણ કે, મને લાગતુ હતુ કે, આ લોકો મને રાજીનામુ આપવા દેશે નહીં, જો કે, લોકોની મારા રાજીનામા અંગેની પ્રતિક્રિયા જોઈને મેં મારો નિર્ણય પરત લીધો છે.

Related posts

RCEP समझौते पर हस्ताक्षर नहीं करेगा भारत

aapnugujarat

कृषि कानूनों में एमएसपी का प्रावधान नहीं, यदि है तो मैं राजनीति छोड़ दूंगा : भूपेंद्र सिंह हुड्डा

editor

આવતીકાલે રેલવે બજેટ : સેફ્ટી, ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1