Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આવતીકાલે રેલવે બજેટ : સેફ્ટી, ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન રહેશે

સામાન્ય બજેટની સાથે મર્જ કરવામાં આવ્યા બાદ આવતીકાલે સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટ પર રજૂ કરવામાં આવનાર છે.સામાન્ય બજેટના એક હિસ્સા તરીકે તેને રજૂ કરવામાં આવનાર છે. ગયા વર્ષે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટને મર્જ કરીને રજૂ કરવામાં આવ્યા બાદ આની શરૂઆત થઇ હતી. રેલવે બજેટને લઇને પણ રેલવે યાત્રીઓ ઉત્સુક દેખાઇ રહ્યા છે. બજેટમાં તેમના માટે શુ રહેશે તે બાબત પણ ચર્ચા છે. બજેટમાં નવી હાઇ સ્પીડ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી શકે છે. ટ્રેક ઉપર રેલવેને મુકવા માટે ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે.કેપેક્ષમાં ૯૨ ટકા વાર્ષિક વધારો દર્શાવવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે મંત્રાલય માટે મૂડી ખર્ચને ૨૦૩૨ સુધી સતત વધારવા માંગે છે. રેલવેના આધુનિકીકરણ કેપેસિટી ક્ષમતા ઉપર વધારે ખર્ચ કરવામાં આવશે. સરેરાશ વાર્ષિક રોકાણને પણ વધારવામાં આવનાર છે. ૨૦૧૭-૧૮માં આને ૧.૩૧ ટ્રિલિયનથી વધારીને ૨.૫ ટ્રિલિયન સુધી લઇ જવામાં આવશે. લાંબા ગાળાના રોકાણમા વિઝન ૨૦૩૦ની આધુનિકીકરણ યોજના અને ૫.૫૬ ટ્રિલિયન રૂપિયાના રોકાણ ટાર્ગેટનો સમાવેશ થાય છે. પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ૨૦૧૪-૧૫માં રોકાણ ટાર્ગેટની શરૂઆત કરી હતી. કેપેસિટીને વધારવા અને આધુનિકીકરણની યોજનાને પહોંચી વળવા માટે ૨૦૩૨ સુધી ભારતીય રેલવેને ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની જરૂર દેખાઈ રહી છે. પિયુષ ગોયેલના નેતૃત્વમાં રેલવે દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આગામી વર્ષોમાં દર વર્ષે૪૦૦૦ કિમીની વિજળીકરણની સિદ્ધિ હાસલ કરવામાં આવનાર છે. ૨૦૧૫-૧૬ દરમિયાન રેલવે માટે કેપેક્ષનો આંકડો ૯૩૫.૨ અબજ રૂપિયાનો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૧.૨૧ ટ્રિલિયન રૂપિયાનો હતો. હાલના વર્ષોમાં ઉલ્લેખનીય વધારો તેમાં થયો છે. નવેસરના પ્લાન મુજબ રેલવે નૂરની હિસ્સેદારી ૩૩ ટકાથી વધીને ૪૭ ટકા સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રેલવે દ્વારા પેસેન્જર ટ્રેનોના મામલે ૩.૩ ટ્રિલિયન પીકેએમને કરવાની પણ યોજના છે. રેલવે દ્વારા આધુનિકીકરણ માટે જે પહેલ કરાઈ છે જેના ભાગરુપે ૨૦૩૨ સુધી ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ રેલવે કરશે. ડબલિંગની વાત કરવામાં આવે તો ૧૦૦૦૦ કિમી છે. રેલવે ઇલેક્ટ્રીફિકેશનનો આંકડો ૧૫૦૦૦ કિલોમીટરનો છે. સંપત્તિ વધારવાની દિશામાં સંશાધનો વધારવામાં આવશે. બજેટમાં યુરોપિયન ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (ઇટીસીએસ) ટેકનોલોજીના અમલીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આના પરિણામ સ્વરુપે દેશને અને રેલવે પર ૬૦૦ અબજ રૂપિયાનો બોજ પડશે. રેલવે સ્ટેશનોના કોમર્શિયલ આધુનિકીકરણ માટે એક ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરાઈ છે.નાણામંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ સાથે રેલવે બજેટ પણ રજૂ કરશે. રેલવે બજેટમાં સેફ્ટી, ઇન્ફ્રા ડેવલપમેન્ટ ઉપર મુખ્ય ભારત મુકવામાં આવશે. રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. આવી સ્થિતીમાં સુરક્ષા પાસા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. યાત્રીઓની સુવિધા પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુચના પણ અપાઇ છે.

Related posts

દેશને સૌથી વધુ પરિશ્રમ કરનારા વડાપ્રધાન મળ્યા છે : અમિત શાહ

aapnugujarat

ISRO ने ‘कार्टोसैट-3’ लॉन्च किया

aapnugujarat

નક્સલીઓના ગઢમાં પ્રથમ વખત ટ્રેન દોડાવવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1