Aapnu Gujarat
રાષ્ટ્રીય

નક્સલીઓના ગઢમાં પ્રથમ વખત ટ્રેન દોડાવવા તૈયારી

દેશના રેડ કોરિડોર અથવા તો લાલ આતંકના ગઢમાં રેલવે ટ્રેક બિછાવી લેવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે ૧૪મી એપ્રિલના દિવસે આ ટ્રેક પર દોડનાર ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી આપનાર છે. રેડ કોરિડોર અથવા તો લાલ આતંકના ગઢ તરીકે રાવઘાટ વિસ્તારને ગણવામાં આવે છે. વન્ય વિસ્તારની અંદર આ ક્ષેત્ર ખુબ જ ખતરનાક છે. આ વિસ્તારમાં હમેંશા દહેશતનો અનુભવ થાય છે. આ સૌથી વધારે નક્સલી પ્રભાવિત વિસ્તારમાં હવે કેટલીક નવી ચીજો થવા જઇ રહી છે. દલ્લીરાજહરા-રાવઘાટ રેલવે યોજના હેઠળ અહીં ૧૭ કિલોમીટર સુધી રેલવે ટ્રેક બિછાવવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વિસ્તાર કેટલા ખતરનાક વિસ્તાર તરીકે છે તેનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે રેલવે લાઇન પરિયોજના પર નજર રાખવા માટે સશસ્ત્ર સીમા દળની બે બટાલિયન ગોઠવી દેવામાં આવી છે. અહીં ૨૪ કલાક બે બટાલિયન નજર રાખી રહી છે. આ ટ્રેક પર પ્રથમ ટ્રેન દોડાવવા માટેની તૈયારી પણ કરી લેવામાં આવી છે. આ ટ્રેનને અન્ય કોઇ નહીં બલ્કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અહીંથી ૩૦૦ કિલોમીટરના અંતરે સ્થિત બસ્તર વિસ્તારમાંથી કરનાર છે. ટ્રેન સેવા શરૂ થયા બાદ સામાન્ય લોકોને મોટી રાહત થશે. આ રેલવે ટ્રેકના નિર્માણ વેળા પણ સતત દહેશત રહેતી હતી. હવે પ્રથમ તબક્કામાં કામ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશની મહત્વકાંક્ષી રાવઘાટ રેલ યોજનાનો બીજો તબક્કો પણ પૂર્ણ થઇ ચુક્યો છે. પ્રથમ તબક્કામાં ૧૭ કિલોમીટરનુ રેલવે ટ્રેક નિર્માણનુ કામ કરવામાં આવ્યુ હતુ. અંતિમ સ્ટેશન ગુદુમ સુધી ટ્રેન ચાલશે. ત્યારબાદ તેનાથી આગળ ૧૭ કિલોમીટર રેલવે ટ્રેકનુ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ટ્રેક ભાનુપ્રતાપ પુર પોલીસ સ્ટેશન હેઠળ સુધી રહેશે.
નકસલવાદીઓના ગઢમાં વ્યાપક દહેશત રહેલી છે. ચારેબાજુ ખતરો છે. નક્સલવાદીઓના આતંકના કારણે મિડિયાની ટીમ પણ આ વિસ્તારમાં સુરક્ષા વગર પહોંચી શકતી નથી. દેશની અંદરના કેટલાક વિસ્તારમાં જ્યાં રેલવે ટ્રેકની સુરક્ષા માટે ૨૪ કલાક જવાનો તૈનાત કરવા પડે તે યોગ્ય બાબત નથી. આ નક્સલવાદી ગ્રસ્ત વિસ્તારમાં હવે સુરક્ષાની સાથે સાથે તમામ લોકોની સુરક્ષાના પાસા પર વિચારણા કરવાની પણ ફરજ પડશે. સશસ્ત્ર સીમા દળની બે બટાલિયનના જવાનો સુરક્ષા માટે તૈનાત રહે તે બાબત તમામને આશ્ચર્યચકિત કરી રહી છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પણ સુરક્ષા આપવી પડશે.વડાપ્રધાન મોદી દ્વારા જ્યારે ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે ત્યારે તમામની નજર કેન્દ્રિત રહેશે. રેલવેની આ ખુબ મહત્વકાંક્ષી રેલવે યોજના છે. અન્ય યોજના પર પણ હાલ કામ જારી છે.

Related posts

કેશ કટોકટી : ૧૦૦ રૂપિયાની જુની નોટના લીધે સમસ્યા વધી

aapnugujarat

मसूरी : खाई में गिरी पर्यटकों की कार, 4 लोगों की मौत; 5 घायल

aapnugujarat

कोच्चि शिपयार्ड से INS विक्रांत के 4 डिवाइस चोरी, जांच में जुटी NIA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1