Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેશ કટોકટી : ૧૦૦ રૂપિયાની જુની નોટના લીધે સમસ્યા વધી

કેટલાક રાજ્યોમાં રોકડની કટોકટી વચ્ચે હવે ૧૦૦ રૂપિયાની જુની નોટોના કારણે સંકટ વધી શકે છે. બેંકરોનું કહેવું છે કે, ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટની જેમ જ ૧૦૦ રૂપિયાની નોટ ખાસ કરીને જે એટીએમ કેસેટમાં આવી શકે તેના પુરવઠામાં ઘટાડો થયો છે. બેંકરોનું કહેવું છે કે, ૧૦૦ રૂપિયાની ઉપલબ્ધ રહેલી મોટાભાગની નોટો જુની છે અને એટીએમમાં મુકવા જેવી નથી. ઘણી નોટો તો ૨૦૦૫થી પણ જુની નોટો છે. બેંકરોનું કહેવું છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ સમસ્યા પર તરત ધ્યાન આપવા માટે અપીલ કરી છે. એક પબ્લિક સેક્ટર બેંકના કરન્સી મેનેજરનું કહેવું છે કે, આરબીઆઈ ૧૦૦ રૂપિયાની નવી નોટ ઝડપથી નહીં લાવે તો ૫૦૦ રૂપિયાની નોટ પર આવનાર દિવસોમાં ખુબ જ દબાણ રહેશે. નોટબંધી બાદ તરત આરબીઆઈએ ૧૦૦ રૂપિયાની નોટોના સપ્લાયને વધારી દેવાનો નિર્ણય કર્યો હતો. ૨૦૧૬-૧૭માં નોટબંધી પહેલા ૧૦૦ રૂપિયાના ૫૫૦ કરોડ નોટ સરક્યુલેશનમાં હતા. આરબીઆઈએ આને વધારીને ૫૭૩.૮ કરોડ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંકરોનું કહેવું છે કે, આ આંકડો પુરતો ન હતો. કારણ કે, ૧૦૦ રૂપિયાની નોટોનો ઉપયોગ ૨૦૦૦ રૂપિયાના નોટના ચેન્જ તરીકે કરવામાં આવ્યો હતો તે વખતે ૫૦૦ રૂપિયાની નોટ સરળતાથી ઉપલબ્ધ થઇ ન હતી. આરબીઆઈનું કહેવું છે કે, ૨૦૧૫-૧૬માં માંગની સરખામણીમાં ૪૪ કરોડ નોટ ઓછા સપ્લાય કરવામાં આવ્યા હતા. ૨૦૧૭-૧૮ માટેનો આંકડો ઓગસ્ટ મહિનામાં જારી કરવામાં આવનાર છે. કરન્સી મેનેજરોનું કહેવું છે કે, નોટબંધી બાદ રોકડની કટોકટીને દૂર કરવા માટે મોટા પ્રમાણમાં જુની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જુની નોટો હજુ પણ સિસ્ટમમાં રહેલી છે. આ નોટ એટલી ખરાબ હાલતમાં છે કે તેમને સાચવવાની બાબત મુશ્કેલરુપ બની રહી છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં નોટોના ડિસ્પોઝલ ખાસ કરીને ૧૦૦ રૂપિયાની નોટના ડિસ્પોઝલની ગતિવિધિ ૨૦૧૬-૧૭માં અડધી થઇ છે.

Related posts

तेजस्वी का प्याज के बढ़ते दामों को लेकर भाजपा पर तंज: बढ़ रही है बेरोजगारी – भुखमरी

editor

सेना में अब महिलाओें को भी लड़ाकू भूमिका मिलेगी : बिपीन रावत

aapnugujarat

પાકિસ્તાનનો ફરી ગોળીબાર : પરિસ્થિતિ ખુબ તંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1