Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશને સૌથી વધુ પરિશ્રમ કરનારા વડાપ્રધાન મળ્યા છે : અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની એનડીએ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે ભાજપ પ્રમુખ અમિત શાહે સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ગાળા દરમિયાન તેઓએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું હતું કે વિરોધ પક્ષો મોદીને દુર કરવાના પ્રયાસમાં લાગેલા છે. જેના લીધે તેઓ જુઠ્ઠાણાના બળે અને જાહેર રીતે નિવેદનબાજી કરી રહ્યા છે. જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એજન્ડો ગરીબી અને ભ્રષ્ટાચારને દુર કરવાનો રહેલો છે. કોંગ્રેસ પર પ્રહારો કરતા શાહે કહ્યું હતું કે લોકશાહીને દાવ ઉપર મુકી દેનાર લોકો અમને કહી રહ્યા છે કે આજે ભયનો માહોલ થયેલો છે. ભાજપના પ્રમુખે કહ્યું હતું કે પ્રજા સરકારની સાથે ચટ્ટાનની જેમ ઉભી છે અને અમને આશા છે કે ૨૦૧૯માં પણ મોદી સરકારને વધુ એક તક આપશે. પત્રકાર પરિષદ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે સારા કામના પરિણામે જ આજે ૨૦ રાજ્યોમાં એનડીએ સરકાર બની ચુકી છે. અમે દેશની ૬૫ ટકા વસ્તીની સેવા કરી રહ્યા છે. કેટલાક રાજ્યોના સ્થાનિક એકમોની ચુંટણીમાં પણ પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ૧૯ હજાર ગામો વીજળીથી છુટી ગયા હતા. હવે દેશના દરેક ગામમાં વીજળી પહોંચી ચુકી છે. અમે ૨૦૨૨ સુધી દરેક વ્યક્તિને પોતાનો આવાસ આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગરીબોને સિલિન્ડર આપવામાં આવ્યા છે. દોઢ કરોડ લોકોએ વડાપ્રધાનના કહેવાથી સબસીડી છોડી દીધી છે. એમણે દાવો કર્યો હતો કે ભાજપે દેશને સૌથી વધારે મહેનત અને પરિશ્રમ કરનાર વડાપ્રધાન આપ્યા છે. જે દિવસમાં ૧૫ થી ૧૬ કલાક કામ કરે છે. ૨૦૧૪ બાદ દેશની રાજનીતિમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. મોદી સરકારે પરિવારવાદ, જાતિવાદને ખતમ કરવામાં સફળતા મેળવી છે અને પોલિટીક્સ ઓફ પરફોર્મન્સની નીતિને મહત્વ આપ્યું છે. પોલીસી પેરાલિસીસીથી મુક્તિ મેળવીને સબકા સાથ સબ કા વિકાસ પર આ સરકાર આગળ વધી રહી છે. મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓને લઈને ભાજપે દેશના જુદા જુદા ભાગોમાં ખાસ ઝુંબેશ છેડી દીધી છે. લોકની વચ્ચે ઉપલબ્ધીઓ રજુ કરવામાં આવી રહી છે. એકબાજુ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો ખામીઓ ગણાવી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ મોદી સરકારની સિદ્ધિઓ રજુ કરી રહ્યા છે. શાહે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતના દરેક નાગરિક વિકાસના પ્રવાહમાં પોતે સામેલ હોવાનો અનુભવ કરે છે. અમિત શાહે કહ્યું હતું કે ૧૨૫ ભારતીય કરોડ લોકો દેશને નવી ઉંચાઈ પર લઈ જવામાં ભૂમિકા અદા કરે છે.

Related posts

૩૧ જુલાઈ સુધીમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના લાગુ કરો : સુપ્રીમ

editor

सरकार अर्थव्यवस्था को बढ़ावा देने के लिए कई उपायों पर काम कर रही है: वितमंत्री

aapnugujarat

कर्नाटक : मंगलवार तक फैसला लें विधानसभा अध्यक्ष : सर्वोच्च न्यायालय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1