Aapnu Gujarat
બિઝનેસ

હવે રોકેટ બનશે પેટીએમનો શેર ! રેવન્યુમાં 52 ટકાનો ઉછાળો

દેશની સૌથી મોટી ફિનટેક કંપની પેટીએમ (Paytm)ના રોકાણકારો માટે સારા સમાચાર છે. પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ (One97 Communications)નું ચોથા ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ લોસ 168 કરોડ રૂપિયા રહી ગયો છે. એક વર્ષ પહેલા કંપનીની ખોટ 761 કરોડ રૂપિયા અને ગત ક્વાર્ટરમાં 392 કરોડ રૂપિયા હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશન્સથી રેવન્યુ 52 ટકા વધીને 2,335 કરોડ રૂપિયા થઈ છે. શુક્રવારે કંપનીનો શેર 2.75 ટકાના ઉછાળા સાથે 689.45 રૂપિયા પર બંધ થયો. જે રીતે કંપનીની ખોટ ઓછી થઈ રહી છે, તેનાથી માનવામાં આવી રહ્યું છે કે, આગામી કેટલાક ક્વાર્ટરમાં કંપની બ્રેક-ઈવન સ્થિતિમાં પહોંચી શકે છે.
ગ્રોસ મર્કેન્ડાઈઝ વેલ્યુ (GMV), હાયર મર્ચન્ટ સબ્સક્રિપ્રશ રેવન્યુ અને લોન ડિસ્ટ્રીબ્યુશનમાં વધારાથી કંપનીની રેવન્યુમાં ગ્રોથ આવ્યો છે. ઓપરેટિંગ લેવલ પર કંપનીને 101 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો છે, જ્યારે એક વર્ષ પહેલા કંપનીને 368 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો જીએમવી 40 ટકા ઉછળીને 3.62 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે અને મર્ચન્ટ સબ્સક્રિપ્શન બે ગણાથી વધુ થઈ ગયું છે. માર્ચ ક્વાર્ટરમાં 95 લાખ લોકોએ કંપનીના પ્લેટફોર્મ દ્વાર લોન લીધી. ફેબ્રુઆરીમાં યુપીઆઈ લાઈટ પ્લેટફોર્મના લોન્ચ પછી કંપની 55 લાખ કસ્ટમર્સને ઓનબોર્ડ લાવી ચૂકી છે.

હાલમાં પેટીએમના સાત લેન્ડિંગ પાર્ટનર્સ છે અને તેની ફાઈનાન્શિયલ યર 2024માં ત્રણ-ચાર પાર્ટનર્સ જોડવાની યોજના છે. પેટીએમના આઈપીઓમાં મોટી સંખ્યામાં રિટેલ ઈન્વેસ્ટર્સે ભાગ લીધો હતો. તેની ઈશ્યૂ પ્રાઈસ 2,150 રૂપિયા હતી. પરંતુ આ શેર ક્યારેય પણ પોતાની ઈશ્યૂ પ્લાઈસથી ઉપર જઈ શક્યો નથી. કંપનીનો 52 સપ્તાહનો લો 439.60 રૂપિયા અને હાઈ 844.40 રૂપિયા છે. આવનારા દિવસોમાં પેટીએમના શેર્સની કિંમતમાં ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Related posts

બજેટમાં આરોગ્ય વિમા માટે કરમુક્તિ મર્યાદા વધારવા અપીલ

aapnugujarat

जुलाई में थोक मूल्‍य आधारित महंगाई दर 1.08 फीसद रही

aapnugujarat

દેશમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૫૬ કરોડને પાર : ટ્રાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1